Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગત વર્ષે રાજકોટ જિલ્લાના કુલ 172 ફેટલ અકસ્માત સર્જાયા'તા:હાઇવે પર ડિવાઈડર તોડવા બદલ આટકોટ પોલીસમાં RB અધિકારીએ સરકારી મિલ્કતને રૂ.60 હજારનું નુકશાન પહોંચાડવા બદલ પ્રથમ ફરિયાદ નોંધાવી

    18 hours ago

    રાજકોટ જિલ્લામાં વધતા જતા હાઈવે પરના અકસ્માત ઘટાડવા માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફટી અંગે બેઠક મળી હતી અને જિલ્લામાં હાઇવે પર તૂટેલા ડિવાઈડર આઈડેન્ટિફાય કરી તમામને બંધ કરી દેવામાં આવ્યા હતા. આ પછી પણ ડિવાઈડર તોડવા બદલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ આટકોટ પોલીસ સ્તેશમમાં પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે અને સરકારી મિલ્કતને રૂપિયા 60,000નું નુકશાન કરવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ડિવાઈડર તોડનારની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ગત વર્ષે અકસ્માતમાં 172 લોકોના મોત નિપજ્યા હતા. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં વર્ષ 2025માં કુલ 172 લોકોના અકસ્માતે મોત થયા હતા જેમાં મોટા ભાગના અકસ્માત સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેમાં થયા હોવાનું ધ્યાને આવ્યું છે. આ પછી રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા રોડ સેફટી કમિટીની બેઠક મળી હતી તેમાં એક કારણ એવું સામે આવ્યું હતું કે હાઇવે પર પેટ્રોલ પમ્પ અને હોટલ સામે ડિવાઈડર તોડવામાં આવતું હોવાથી અકસ્માત સર્જાઈ રહ્યા છે માટે રાજકોટ જિલ્લા પોલીસ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી તેમજ હાઇવે ઓથોરિટીની ટિમ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. રાજકોટ પોરબંદર સોમનાથ હાઇવે પર આવા 10 ડિવાઈડર તોડવામાં આવ્યા, રાજકોટ જામનગર હાઈવે પર 16 ડિવાઈડર તોડવામાં આવ્યા, કાલાવડ રાજકોટ હાઈવે પર 7 ડિવાઈડર તોડવામાં આવ્યા, અને રાજકોટ ભાવનગર હાઇવે પર 10 ડિવાઈડર તોડવામાં આવ્યા હતા આ તમામ ડિવાઈડર બંધ કરી દેવામાં આવ્યા છે હવે કોઈ આ ડિવાઈડર અથવા અન્ય કોઈ જગ્યાએ ડિવાઈડર તોડશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પછી રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ ફરિયાદી નોંધાવી છે. રાજકોટ કલેક્ટરના આદેશ બાદ ડિવાઈડર તોડનાર સામે પહેલો ગુનો નોંધાયો છે જેમાં માર્ગ-મકાન વિભાગના ઇજનેરે અજાણ્યા શખ્સ સામે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સરકારી મિલ્કતને રૂ.60 હજારનું નુકસાન પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસ દ્વારા ડિવાઈડર તોડી સરકારી સંપત્તિને નુકસાન કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાના 4 ઉમેદવાર જાહેર કર્યા:માનસિંહ પરમાર, રાજુ શુક્લા, જીતેન્દ્ર કણઝારીયા અને મુકેશ રાઠવા હવે સંસદમાં જશે
    Next Article
    ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા !:રાજકોટનાં સાંઢીયા પુલનાં કામમાં ક્ષતિ બદલ નોટીસ આપવા મુદ્દે કોંગ્રેસનાં પ્રહાર, શહેર પ્રમુખે કહ્યું- માત્ર અધિકારીઓ નહીં પદાધિકારીઓ સામે પણ પગલાં લો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment