Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વૃદ્ધાની હત્યા: વાડીમાંથી લાશ મળી:ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવી હત્યાનો ખુલાસો, ગુનો નોંધાયો

    12 hours ago

    વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વૃદ્ધાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાંકલ ગામે વાડીમાંથી 61 વર્ષીય વૃદ્ધા તુલસીબેન હીરાભાઈ પટેલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું મોત ગળું અને મોઢું દબાવી શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું બહાર આવતાં પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાંકલ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા તુલસીબેન પટેલ ગત તારીખ 2 જુન,2026ના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે ખેતરમાં કામ કરવા ગયા હતા. મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેમની દીકરી અને અન્ય સભ્યોએ આસપાસના ખેતરોમાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન વાંકલ ગામના બ્રાહ્મણ ફળિયામાં આવેલી હિતેશભાઈ રામુભાઈ સોલંકીની આંબાની વાડીમાંથી તુલસીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ શંકાસ્પદ હાલતમાં હોવાથી વલસાડ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તબક્કે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવેલા 'કોઝ ઓફ ડેથ' સર્ટિફિકેટમાં ખુલાસો થયો કે તુલસીબેનનું મોત ગળું અને મોઢું દબાવી દેવાના કારણે શ્વાસ રૂંધાવાથી થયું છે. આ રિપોર્ટના આધારે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની આક્રોશ રેલી:મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે કલેક્ટરને આવેદનપત્ર સુપરત
    Next Article
    AOPG ગુજરાતની 50મી ગોલ્ડન જ્યુબિલી મિડ-ટર્મ સાયન્ટિફિક કોન્ફરન્સ:દેશ અને રાજ્યભર માંથી 400થી વધુ તબીબી નિષ્ણાતોની ઉપસ્થિતી માં બે દિવસીય સેમિનાર યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment