Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AOPG ગુજરાતની 50મી ગોલ્ડન જ્યુબિલી મિડ-ટર્મ સાયન્ટિફિક કોન્ફરન્સ:દેશ અને રાજ્યભર માંથી 400થી વધુ તબીબી નિષ્ણાતોની ઉપસ્થિતી માં બે દિવસીય સેમિનાર યોજાશે

    14 घंटे पहले

    ​“Golden Legacy, Future Frontiers” થીમ પર વિશેષ ભાર મુક્યો ​ગુજરાત રાજ્યના બાળ આરોગ્ય ક્ષેત્રે કાર્યરત તબીબો માટેનું સર્વાધિક પ્રતિષ્ઠિત મંચ ગણાતી ‘એકેડમી ઓફ પિડીયાટ્રિકસ ગુજરાત’ (AOPG) દ્વારા તેની 50મી ગોલ્ડન જ્યુબિલી મિડ-ટર્મ સાયન્ટિફિક મીટ-2026નું આયોજન ભાવનગરના ધ ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું છે, તા. 6 અને 7 જૂન દરમિયાન યોજાનારી આ ઐતિહાસિક પરિષદમાં દેશ અને રાજ્યભરમાંથી 400થી વધુ તબીબી નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. આ પરિષદમાં બાળરોગવિજ્ઞાનની અડધી સદીની ગૌરવશાળી સફર અને ભવિષ્યના નવતર દિશાસૂચનો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે, ​કોન્ફરન્સના પ્રથમ દિવસે એટલે કે 6 જૂનના રોજ વિવિધ વિષયો પર 7 વિશિષ્ટ વર્કશોપ યોજાશે. જેમાં ઇમરજન્સી ટ્રાયેજ, બાળરોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નું મહત્વ, ફાઇનાન્શિયલ ફિટનેસ, ટ્યુબરક્યુલોસિસ અને બ્રોન્કોસ્કોપી, નર્સિંગ મોડ્યુલ, બાળ માનસિક આરોગ્ય તેમજ કાંગારૂ મધર કેર જેવા અતિ મહત્વના વિષયો આવરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને ‘AI ઇન પિડીયાટ્રિકસ’ પરનો વર્કશોપ આ પરિષદનું મુખ્ય આકર્ષણ રહેશે. ​ત્યારબાદ બીજા દિવસે 7 જૂનના રોજ મુખ્ય સાયન્ટિફિક કોન્ફરન્સમાં ઇમ્યુનોલોજી, જિનેટિક્સ, હાઇ-રિસ્ક નવજાત શિશુ સારવાર, હિમોફિલિયાની લેટેસ્ટ થેરાપી, રસીકરણની નવી માર્ગદર્શિકાઓ, હવામાન પરિવર્તનની બાળ સ્વાસ્થ્ય પર અસર અને બાળ એન્ડોક્રાઇનોલોજી જેવા ગહન વિષયો પર દેશના અગ્રણી નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે., આ પરિષદમાં રાજકોટના જાણીતા બાળ આરોગ્ય તબીબ ડો. યજ્ઞેશ પોપટને પ્રતિષ્ઠિત ડો.એ.બી. દેસાઈ ઓરેશન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે 6 જૂનની સાંજે ગાયક જયદેવ ગોસાઈ દ્વારા “ધ રોયલ રાગાઝ ઓફ ભાવનગર” કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. ​આયોજનમાં કોનું રહ્યું યોગદાન? આ પરિષદનું આયોજન AOP ભાવનગર, સર ટી. જનરલ હોસ્પિટલ અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગરના બાળરોગ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન ડો.મેહુલ એમ. ગોસાઈ, કન્વીનર ડો. નરેશ ગોહિલ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. આનંદ ઘોઘાવાલા, ડો.હરદેવસિંહ મોરી સહિતની વિશાળ આયોજક સમિતિએ તમામ તબીબો અને વિદ્યાર્થીઓને આ વૈજ્ઞાનિક મહાકુંભમાં જોડાવા અનુરોધ કર્યો છે,​આ કાર્યક્રમમાં કલેક્ટર ડો.મનીષકુમાર બંસલ સહિતના અનેક મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. સ્થળ પર 38 થી વધુ સ્ટોલ સાથેનું પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં વૃદ્ધાની હત્યા: વાડીમાંથી લાશ મળી:ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવી હત્યાનો ખુલાસો, ગુનો નોંધાયો
    Next Article
    Gaikwad To Replace Kohli For AFG ODIs, Huge Chance For Patidar Too

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment