Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની આક્રોશ રેલી:મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે કલેક્ટરને આવેદનપત્ર સુપરત

    11 hours ago

    સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં 'આક્રોશ રેલી' યોજવામાં આવી હતી. કોંગ્રેસ નેતા મહેન્દ્રભાઈ પરમારની આગેવાની હેઠળ આ રેલી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધિત કરતું આવેદનપત્ર અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારના વહીવટ અને ભ્રષ્ટાચારને કારણે સામાન્ય જનતાને મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારાથી ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. આવેદનપત્રમાં NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકના મુદ્દા પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી, જેનાથી લાખો વિદ્યાર્થીઓને અસર થઈ હતી. કોંગ્રેસે માંગ કરી હતી કે ભવિષ્યમાં પેપર લીક ન થાય અને પરીક્ષાઓ રદ ન થાય તેની સરકાર લેખિત ખાતરી આપે. ડિજિટલ ગુજરાત અંતર્ગત શરૂ કરાયેલી ઓનલાઈન પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસનું કહેવું છે કે સામાન્ય પ્રજા આ પ્રક્રિયાથી માહિતગાર નથી. ગ્રામીણ અને ગરીબ વર્ગ પાસે એન્ડ્રોઇડ ફોન ન હોવાથી તેમને મુશ્કેલી પડી રહી છે. ઓનલાઈન ફોર્મના નામે ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આરોપ મુકાયો હતો. જ્યાં સુધી દરેક વિસ્તારમાં કેમ્પ કરીને લોકોને માહિતગાર ન કરાય, ત્યાં સુધી આ ઓનલાઈન પ્રક્રિયા સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી હતી. આ આક્રોશ રેલીમાં સુરેન્દ્રનગર શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓ, તમામ વોર્ડના પ્રમુખો, મહિલા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક જનતા જોડાઈ હતી. રેલી દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સામાન્ય સભામાં કામગીરીના વાયદા કરતાં જિલ્લા પ્રમુખ...:જુનાગઢ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ: ચોમાસા પૂર્વેની કામગીરી અને રોડ રસ્તા-ચેકડેમ રિપેરિંગ મુદ્દે લેવાયા મહત્વના નિર્ણયો,
    Next Article
    વલસાડમાં વૃદ્ધાની હત્યા: વાડીમાંથી લાશ મળી:ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવી હત્યાનો ખુલાસો, ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment