Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાન્ય સભામાં કામગીરીના વાયદા કરતાં જિલ્લા પ્રમુખ...:જુનાગઢ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ: ચોમાસા પૂર્વેની કામગીરી અને રોડ રસ્તા-ચેકડેમ રિપેરિંગ મુદ્દે લેવાયા મહત્વના નિર્ણયો,

    10 hours ago

    ​જુનાગઢ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રી-મોન્સૂન કામગીરી, ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તાની સ્થિતિ અને નડતરરૂપ જંગલોના કટિંગ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે ચેકડેમ રિપેરિંગ અને ચોમાસા દરમિયાન ફેલાતા ઋતુજન્ય રોગો અટકાવવા માટેની આગોતરી તૈયારીઓ અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. ​જિલ્લા પંચાયતના પ્રમુખ લીલાબેન કાવાણીએ જણાવ્યું હતું કે આજની સામાન્ય સભામાં સરકારી પરિપત્ર અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. જે અંતર્ગત બે ગ્રામ પંચાયતો દ્વારા હજુ સુધી પોતાનું બજેટ રજૂ કરવામાં આવ્યું નથી, તે બાબતને ધ્યાને લઈને આવી પંચાયતો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંચાયતની વિવિધ શાખાઓની જુદી જુદી સમિતિઓની રચના હવે પછી યોજાનારી આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ​આ બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા બાંધકામ શાખાને ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા સુધારવા અને રસ્તામાં નડતરરૂપ જંગલો તથા ઝાડીઓનું કટિંગ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આદેશ અપાયા છે. સાથોસાથ સિંચાઈ શાખાને ગ્રામ્ય વિસ્તારના તળાવો તેમજ ચેકડેમ રિપેરિંગના કામો ચોમાસું બેસે તે પૂર્વે ઝડપથી આટોપી લેવા સૂચના આપવામાં આવી છે. ​આગામી ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય શાખાને ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન થતા ઋતુજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે એક મજબૂત એક્શન પ્લાન વહેલી તકે તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે, જે અંતર્ગત આ મહત્વપૂર્ણ બેઠકની કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં કાળજુ કંપાવતી ઘટના:બાસણના તબેલામાં ઘાસ કાપવાના થ્રેશરમાં યુવાનનો હાથ ફસાયો, ફાયર જવાનોએ મશીન કાપીને જીવ બચાવ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની આક્રોશ રેલી:મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે કલેક્ટરને આવેદનપત્ર સુપરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment