Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં કાળજુ કંપાવતી ઘટના:બાસણના તબેલામાં ઘાસ કાપવાના થ્રેશરમાં યુવાનનો હાથ ફસાયો, ફાયર જવાનોએ મશીન કાપીને જીવ બચાવ્યો

    9 hours ago

    ગાંધીનગર નજીકના બાસણ ગામમાં આજે કંપારી છૂટી જાય તેવી ઘટના ઘટી હતી.જેમાં ઘાસ કાપવાનું કામ કરી રહેલા એક 18 વર્ષીય યુવાનનો જમણો હાથ મશીનમાં ફસાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, સેક્ટર-17 ફાયર સ્ટેશનની ટીમે સમયસૂચકતા વાપરીને ભારે જહેમત પછી યુવાનનો જીવ બચાવી તેને સિવિલ હોસ્પિટલ પહોંચાડી રાહતનો દમ લીધો હતો. મશીન ચાલુ હોવાથી યુવાનનો હાથ અંદર ફસાઈ ગયો પ્રાપ્ત વિગત મુજબ બાસણ ગામમા તબેલા માલિક જયદીપસિંહ ચુડાસમાના તબેલામાં આજે બપોરેના સમયે શિવમ નામનો યુવાન ઘાસ કાપવાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ તેનો જમણો હાથ મશીનમાં આવી ગયો હતો. મશીન ચાલુ હોવાથી યુવાનનો હાથ અંદર ફસાઈ ગયો હતો. જેના કારણે આસપાસમાં દોડધામ મચી ગઈ હતી. જે અંગે આદિત્યસિંહ પરમાર નામના વ્યક્તિએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા સેક્ટર-17 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં યુવાનના ફસાયેલા હાથને મશીનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર જવાનોએ સાવચેતીપૂર્વક મશીનના ભાગોને કાપીને યુવાનનો હાથ બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો. બાદમાં યુવાનને તુરંત જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવાનની સારવાર ચાલી રહી છે. જ્યારે આ અકસ્માતને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે અરેરાટી જોવા મળી હતી.ફાયર વિભાગ દ્વારા આવી મશીનરી સાથે કામ કરતી વખતે અત્યંત સાવધાની રાખવા માટે પણ આ તકે અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ:અમદાવાદમાં રોગચાળાનો મુદ્દો અમિત શાહ સુધી પહોંચ્યો, રાજકોટની હોટલમાં મોત ત્રાટક્યું, ગેસ બોટલ બ્લાસ્ટના શૉકિંગ CCTV વાઇરલ
    Next Article
    સામાન્ય સભામાં કામગીરીના વાયદા કરતાં જિલ્લા પ્રમુખ...:જુનાગઢ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ: ચોમાસા પૂર્વેની કામગીરી અને રોડ રસ્તા-ચેકડેમ રિપેરિંગ મુદ્દે લેવાયા મહત્વના નિર્ણયો,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment