Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખો રૂપિયાની જટિલ સારવાર ફ્રીમાં થશે:વડોદરાની ગોત્રી હોસ્પિટલને આધુનિક નેવિગેશન સિસ્ટમ પ્રાપ્ત થઈ, હવે નાકની જટિલ સર્જરી પણ સરળતાથી થઈ શકશે

    1 सप्ताह पहले

    તાજેતરમાં જેટકોના CSR ફંડ હેઠળ વડોદરા શહેરની ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલને નેવિગેશન સિસ્ટમ ઉપલબ્ધ થઈ છે. આ અત્યાધુનિક સિસ્ટમ ખાસ કરીને નાક સંબંધિત જટિલ સર્જરીઓમાં ઉપયોગી સાબિત થઈ રહી છે. આ ટેક્નોલોજીની મદદથી સર્જનો વધુ સચોટતા સાથે ઓપરેશન કરી શકે છે, જેના કારણે દર્દીઓને વધુ અસરકારક અને સુરક્ષિત સારવાર મળી રહી છે. દર્દીઓને વધુ વિશિષ્ટ સારવારનો લાભ મળશે આ ઉપરાંત હોસ્પિટલમાં એનેસ્થેસિયા વર્ક સ્ટેશન તેમજ ઓફથલ્મોલોજી વિભાગ માટે NDA લેઝર જેવી સુવિધાઓ શરૂ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ સુવિધાઓ કાર્યરત બન્યા બાદ દર્દીઓને વધુ વિશિષ્ટ સારવારનો લાભ મળશે. હોસ્પિટલના માળખાકીય વિકાસ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દર્દીઓ અને તેમના સ્વજનોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે ટોયલેટ બ્લોક્સના રિનોવેશન, મેન્ટેનન્સ અને સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારા માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વિનામૂલ્યે અથવા નજીવા ખર્ચે આધુનિક સારવાર ઉપલબ્ધ ડૉ. અનૂપ ચંદાણીના પ્રયત્નોના પરિણામે આજે ગોત્રી GMERS હોસ્પિટલ ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે સંજીવની સમાન બની રહી છે. વિનામૂલ્યે અથવા નજીવા ખર્ચે આધુનિક સારવાર ઉપલબ્ધ થતાં અનેક દર્દીઓ માટે આ હોસ્પિટલ આશાનું નવું કિરણ બની છે. આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને ગુણવત્તાસભર બનાવવા માટે હોસ્પિટલ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળી રહ્યો છે. હોસ્પિટલને આધુનિક નેવિગેશન સિસ્ટમ પ્રાપ્ત થઈ ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. અનૂપ ચંદાણીએ જણાવ્યું હતું કે, જેટકો તરફથી સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત આપણી હોસ્પિટલને એક અત્યંત આધુનિક નેવિગેશન સિસ્ટમ પ્રાપ્ત થઈ છે. આ સિસ્ટમ ખાસ કરીને નાકની સર્જરી માટે ખૂબ જ ઉપયોગી છે. આજકાલ સર્જરી ખૂબ જ મોર્ડનાઇઝ થઈ ગઈ છે. પહેલાં આપણે એન્ડોસ્કોપિક કેમેરા નાકમાં નાખીને અંડર-વિઝન સર્જરી કરતા હતા, પરંતુ તેની એક મર્યાદા હોય છે. અમુક સ્ટેપથી આગળ એ કેમેરા જઈ શકતો નથી, જેના કારણે ક્યારેક જટિલ કેસોમાં સર્જરી દરમિયાન મુશ્કેલીઓ ઊભી થાય છે. આ નેવિગેશન સિસ્ટમ તે મુશ્કેલીઓને દૂર કરે છે. આ સિસ્ટમ જેટકો તરફથી ડોનેશનમાં મળી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક અત્યંત આધુનિક અને ઉપયોગી સાધન છે, જેનાથી સર્જન નાકની અંદરના ભાગો ઉપરાંત સ્કૂલ બેઝ (મગજની નીચેની સપાટી) સુધી કેમેરા વડે સ્પષ્ટ જોઈ શકે છે અને ચોકસાઈપૂર્વક સર્જરી કરી શકે છે. આનાથી સર્જનને એક સારો સર્જિકલ વ્યુ મળે છે. અમારો ઈએનટી વિભાગ આજે ખૂબ જ ભાગ્યશાળી અને ધન્ય અનુભવે છે. સામાન્ય રીતે સરકારી સેટઅપમાં આવી અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમ ભાગ્યે જ જોવા મળે છે. આવી મૂલ્યવાન સિસ્ટમ આપણને જેટકો તરફથી ડોનેશનમાં મળી છે, જે આપણા માટે ખૂબ મોટો પ્લસ પોઈન્ટ છે. તેઓએ કહ્યું કે, જેટકોએ માત્ર ઈએનટી વિભાગ જ નહીં, પરંતુ આપણી સમગ્ર જીએમઈઆરએસ હોસ્પિટલમાં ઘણી બધી સીએસઆર પ્રવૃત્તિઓ કરી છે અને હજુ પણ કરી રહ્યું છે. હાલમાં એક એનેસ્થેસિયા વર્કસ્ટેશન અને ઓપ્થલ (આંખના વિભાગ) માટે એનડી યાગ લેઝર મશીન પણ વિચારણા હેઠળ છે, જે આગામી એકાદ મહિનામાં જ ડોનેશન સ્વરૂપે આપણને જેટકો તરફથી મળી જશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં આધાર સેવાઓ ઠપ:5 મહિનાથી પગાર ન મળ્યાનો આરોપ, સરકારી ગ્રાન્ટના અભાવે કામગીરી રોકાઈ, હવે ફરી શરૂ થશે
    Next Article
    દાહોદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન:સ્વચ્છ ભારત મિશન હેઠળ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે જાગૃતિ કાર્યક્રમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment