Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન:સ્વચ્છ ભારત મિશન હેઠળ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે જાગૃતિ કાર્યક્રમો

    1 week ago

    દાહોદ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્વચ્છતા અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત 1 જૂન, 2026 થી 5 જૂન, 2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં સઘન કામગીરી કરવામાં આવી. આ પાંચ દિવસીય ઝુંબેશમાં સરકારી કચેરીઓના રેકોર્ડની જાળવણી, બાગ-બગીચાઓની સફાઈ અને જાહેર રસ્તાઓ પરથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો. તાલુકા કક્ષાના સ્ટાફે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા સક્રિય પ્રયાસો કર્યા. અભિયાન દરમિયાન ઘન કચરાના વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ગ્રામજનોને ઘન કચરાનું યોગ્ય વર્ગીકરણ અને રિસાયકલિંગ અંગે વિસ્તૃત માહિતી અપાઈ. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા પ્રોત્સાહિત કરાયા, અને તેની પર્યાવરણ પરની વિપરીત અસરો વિશે જાગૃતિ સભાઓ યોજાઈ. દાહોદ તાલુકાની ગલાલિયાવાડ ગ્રામ પંચાયત ખાતેના આરોગ્ય કેન્દ્ર અને પંચાયત ઘરના પરિસરમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો. તેમાં કચરો ઉત્પન્ન થતો અટકાવવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી. સ્થાનિક વેપારીઓ અને નાસ્તાની દુકાન સંચાલકોને કચરાનું પ્રમાણ ઘટાડવા અને ડસ્ટબીનનો ઉપયોગ કરવા અંગે પ્રાયોગિક સમજ અપાઈ. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાની સંસ્કૃતિ કેળવવાનો અને નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો છે. પાંચ દિવસના આ સઘન અભિયાનથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાનું વાતાવરણ નિર્માણ થયું, જે પર્યાવરણ જાળવણી માટે પાયારૂપ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    લાખો રૂપિયાની જટિલ સારવાર ફ્રીમાં થશે:વડોદરાની ગોત્રી હોસ્પિટલને આધુનિક નેવિગેશન સિસ્ટમ પ્રાપ્ત થઈ, હવે નાકની જટિલ સર્જરી પણ સરળતાથી થઈ શકશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં 443 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી:SP પ્રેમસુખ ડેલુએ એક જ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીની બદલી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment