Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન:કંટ્રોલ રૂમમાંથી સફેદ થારનો નંબર ફ્લેશ થયો ને પોલીસે ઘેરો વળી અપહૃત પરિણીતાને છોડાવી; પોક્સોનો સજાપ્રાપ્ત પેરોલ જમ્પ કેદી ઝડપાયો

    1 week ago

    અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી ગત 27 મેના રોજ એક પરિણીતાનું ફિલ્મી ઢબે થયેલા ચકચારી અપહરણનો ભેદ ઉકેલવામાં સુરતની ઉત્રાણ પોલીસને અભૂતપૂર્વ સફળતા મળી છે. સુરત પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વાયરલેસ પર કારનો નંબર ફ્લેશ થતાં જ એક્શનમાં આવેલી ઉત્રાણ પોલીસે ફિલ્મી ઢબે ઘેરો વળીને હાઇવે પરથી અપહૃત મહિલાને હેમખેમ મુક્ત કરાવી છે. પોલીસે ઘટનાસ્થળેથી 20 વર્ષની જેલની સજા પામેલા અને પેરોલ જમ્પ કરી નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર ઘેવરચંદ ઉર્ફે અભિષેક ગુર્જર અને તેના સાથીદાર ફિરોજ ઉર્ફે ફારૂક કઠતને દબોચી લીધા છે. તેમની પાસેથી અપહરણમાં વપરાયેલી સફેદ મહિંદ્રા થાર અને ક્રેટા કાર રિકવર કરવામાં આવી છે, જેની પૂછપરછમાં ત્રણ રાજ્યોમાંથી 20થી વધુ લક્ઝરી કાર ચોરીના ગુનાના ભેદ પણ ઉકેલાયા છે. સીસીટીવી કેમેરા નેટવર્ક અને કંટ્રોલ રૂમનું સચોટ કોર્ડિનેશન ડીસીપી લખધીરસિંહ ઝાલાએ ઓપરેશનની વિગતો આપતા જણાવ્યું કે, આરોપીઓ 27 મેના રોજ મહિલાનું અપહરણ કરી મહારાષ્ટ્ર તરફ ભાગી ગયા હતા. સુરત પોલીસ કંટ્રોલ રૂમ અને ‘નેત્રમ’ સીસીટીવી કેમેરા નેટવર્ક સતત તેમના લોકેશન પર વોચ રાખી રહ્યું હતું. 3જી જૂનના રોજ આરોપીઓ ફરી ગુજરાતમાં પ્રવેશ્યા હોવાની બાતમી મળતા જ વરાછા કટોદરા હાઇ-વે અને ઉત્રાણ વિસ્તારમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આરોપીઓ વરાછામાં ખાણી-પીણીની લારી નજીક રોકાયા હોવાની સચોટ વિગત મળતા જ પોલીસે વ્યૂહાત્મક ઘેરો ઘાલ્યો હતો અને રાજસ્થાન પાસિંગની સફેદ થાર (RJ-01-CG-2583) તથા ક્રેટા કાર (GJ-06-JE-8627) ને આંતરીને મહિલાને બચાવી લીધી હતી. પોક્સોનો સજાપ્રાપ્ત કેદી અને એકતરફી પ્રેમની ઘાતકી અદાવત પોલીસ તપાસમાં આ હાઈપ્રોફાઈલ અપહરણ પાછળ એકતરફી પ્રેમ અને વર્ષો જૂની અદાવત હોવાનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે: આંતરરાજ્ય લક્ઝરી વાહન ચોર ટોળકીનો પર્દાફાશ પકડાયેલા આરોપીઓ માત્ર અપહરણકાર નથી, પરંતુ દેશના જુદા-જુદા રાજ્યોમાં સક્રિય લક્ઝરી વાહન ચોર ગેંગના સભ્યો હોવાની કબૂલાત કરી છે. તેઓ જે સફેદ મહિંદ્રા થાર વાપરતા હતા તે 4 મે, 2026ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ MIDC વિસ્તારમાંથી ચોરેલી હતી. આરોપીઓએ દેશભરમાંથી નીચે મુજબના 20થી વધુ વાહનો ચોર્યા હોવાની કબૂલાત કરી છે: હાલમાં સુરત પોલીસે ભોગ બનનાર મહિલાને સુરક્ષિત મુક્ત કરાવી તેના પરિવારને સોંપવાની તેમજ પકડાયેલા બંને રીઢા આરોપીઓનો કબજો આગળની કાર્યવાહી માટે અમદાવાદની સાબરમતી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગરના 'કર્તવ્યમ્' કાર્યાલયે ધારાસભ્યનો જનસંપર્ક:MLA જગદીશ મકવાણાએ નાગરિકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ સૂચવ્યા
    Next Article
    ઓપરેશન ડેલ્ટા હન્ટ: રાજ્યભરમાંથી 501 બાંગ્લાદેશી ઝડપાયા:100ની પૂછપરછ, 100થી વધુ મહિલા અને 30 બાળકો; અમદાવાદમાં આંકડો 192એ પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment