Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગરના 'કર્તવ્યમ્' કાર્યાલયે ધારાસભ્યનો જનસંપર્ક:MLA જગદીશ મકવાણાએ નાગરિકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ સૂચવ્યા

    1 week ago

    ગુરુવારે જોરાવરનગર સ્થિત 'કર્તવ્યમ્' જનસંપર્ક કાર્યાલય ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં નિયમિત જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભા વિસ્તારના નાગરિકો, કાર્યકર્તાઓ, આગેવાનો અને અરજદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી વિવિધ પ્રશ્નો, રજૂઆતો અને સૂચનો રજૂ કર્યા હતા. ધારાસભ્ય મકવાણાએ ઉપસ્થિત નાગરિકોની રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી હતી. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન સાધી પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે તાત્કાલિક સૂચનાઓ આપી હતી. પાણી, રસ્તા, ગટર, વીજ પુરવઠો, મહેસૂલી પ્રશ્નો, સામાજિક સુરક્ષા યોજનાઓ, શૈક્ષણિક પ્રશ્નો તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભોને લગતી અનેક રજૂઆતો અંગે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદનશીલ માર્ગદર્શન હેઠળ સરકાર સામાન્ય માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા સતત કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે, સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિ તરીકે તેમની હંમેશા એવી માન્યતા રહી છે કે વિકાસના કાર્યો જેટલા મહત્વના છે, એટલું જ મહત્વ જનતાના પ્રશ્નોને સાંભળવાનું અને તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે. આ જ ભાવના સાથે દર ગુરુવારે જોરાવરનગર સ્થિત જનસંપર્ક કાર્યાલય 'કર્તવ્યમ્' ખાતે તેઓ નાગરિકો, કાર્યકર્તાઓ અને અરજદારો સાથે સીધો સંવાદ કરે છે. આ વ્યવસ્થા લોકો પોતાના પ્રશ્નો, સૂચનો અને રજૂઆતો નિઃસંકોચ રજૂ કરી શકે અને તેમને યોગ્ય માર્ગદર્શન તેમજ ઝડપી નિરાકરણ મળી રહે તે માટે ઊભી કરવામાં આવી છે. ધારાસભ્યએ માહિતી આપી હતી કે, વઢવાણ વિધાનસભા ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારના સહયોગથી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટો અને વિકાસકામો સતત આગળ વધી રહ્યા છે. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, રમતગમત અને શહેરી સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. જોકે, વિકાસની સાથે સાથે જનતાની વ્યક્તિગત સમસ્યાઓનું નિરાકરણ પણ એટલું જ જરૂરી છે. તેથી દરેક રજૂઆતને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓ સાથે સંકલન સાધી પ્રશ્નોના ઉકેલ માટે સતત અનુસરણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું કાર્ય માત્ર ચૂંટણી જીતવાનું નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ જનતાની વચ્ચે રહી તેમની સુખાકારી માટે કાર્ય કરવાનું છે. જનતાનો વિશ્વાસ જ અમારી સૌથી મોટી મૂડી છે. વઢવાણ વિધાનસભા ક્ષેત્રનો એકપણ નાગરિક પોતાની સમસ્યા લઈને ભટકે નહીં, દરેક વ્યક્તિને ન્યાય મળે અને સરકાર સુધી તેની વાત પહોંચે તે માટે 'કર્તવ્યમ્' કાર્યાલય હંમેશા જનતા માટે ખુલ્લું છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં 'સેલ્ફ-એસેસમેન્ટ મિરર' અભિયાન શરૂ:તમાકુ વ્યસન છોડવા આત્મચિંતન માટે અનોખો પ્રયાસ
    Next Article
    સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન:કંટ્રોલ રૂમમાંથી સફેદ થારનો નંબર ફ્લેશ થયો ને પોલીસે ઘેરો વળી અપહૃત પરિણીતાને છોડાવી; પોક્સોનો સજાપ્રાપ્ત પેરોલ જમ્પ કેદી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment