Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં 'સેલ્ફ-એસેસમેન્ટ મિરર' અભિયાન શરૂ:તમાકુ વ્યસન છોડવા આત્મચિંતન માટે અનોખો પ્રયાસ

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લામાં તમાકુ વ્યસન મુક્તિ માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે, જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અને ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા "તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર" અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અંતર્ગત વેરાવળ શહેરના પાનના ગલ્લા, તમાકુ વેચાણ કેન્દ્રો, જાહેર સ્થળો અને સરકારી કચેરીઓ ખાતે ખાસ મિરર લગાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણકુમાર રોય, એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ ગોસ્વામી અને ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના ચેરમેન શશાંક પરીકના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાયું છે. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના સોશ્યલ વર્કર દીપ્તિ વ્યાસ અને સીએસઆર હેડ શ્રદ્ધા મહેતાની ટીમે આ પહેલને આગળ વધારી છે. અભિયાનનો પ્રારંભ જિલ્લા પંચાયતના ઇણાજ ખાતે સેલ્ફ-એસેસમેન્ટ મિરર લગાવીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વેરાવળ બસ સ્ટેશન ખાતે એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મુસાફરો અને કર્મચારીઓમાં તમાકુના દૂષણો અંગે જાગૃતિ લાવવા માટે મિરર સ્થાપિત કરાયું હતું. આ મિરરનો મુખ્ય હેતુ લોકોને પોતાના તમાકુ સેવન અંગે આત્મચિંતન કરવા પ્રેરિત કરવાનો છે. મિરર પર લખેલા સરળ પ્રશ્નો અને સંદેશાઓ વ્યક્તિને તેના વ્યસન, સ્વાસ્થ્ય પર થતી અસર, પરિવાર પરની અસર અને આર્થિક નુકસાન વિશે વિચારવા પ્રોત્સાહિત કરે છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ અને ફેફસાંના ગંભીર રોગો સહિત અનેક જીવલેણ બીમારીઓનું જોખમ વધે છે. આવા સર્જનાત્મક જાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોને વ્યસન છોડવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. GSRTC વેરાવળ ડેપોના મેનેજર ડી.આર. શામળાએ જણાવ્યું હતું કે, બસ સ્ટેશન જેવી જાહેર જગ્યાએ આવા જાગૃતિમૂલક મિરર લગાવવાથી દરરોજ હજારો મુસાફરો અને કર્મચારીઓ સુધી વ્યસનમુક્તિનો સંદેશ પહોંચશે. આ પહેલ સમાજમાં સ્વસ્થ જીવનશૈલી તરફ સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે.
    Click here to Read More
    Previous Article
    પરમ શિવભક્ત યોગેશ પટેલની બે ઈચ્છા શિવ પરિવાર પૂર્ણ કરશે:કેદારનાથ ખાતે 11 લાખ અને સોમનાથ ખાતે 21 લાખ રુદ્રાક્ષ ચઢાવવાના કાકાનો સંકલ્પ પૂર્ણ કરવા શિવ પરિવાર કટિબદ્ધ
    Next Article
    જોરાવરનગરના 'કર્તવ્યમ્' કાર્યાલયે ધારાસભ્યનો જનસંપર્ક:MLA જગદીશ મકવાણાએ નાગરિકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ સૂચવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment