Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપરેશન ડેલ્ટા હન્ટ: રાજ્યભરમાંથી 501 બાંગ્લાદેશી ઝડપાયા:100ની પૂછપરછ, 100થી વધુ મહિલા અને 30 બાળકો; અમદાવાદમાં આંકડો 192એ પહોંચ્યો

    1 week ago

    ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓએ શરૂ કરેલું ઓપરેશન ડેલ્ટા હન્ટ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં 501 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઓપરેશન હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં ધરપકડનો આંકડો વધી શકે છે. આ સાથે જ ખોટા દસ્તાવેજો બનાવી આપનાર એજન્ટો અને સ્થાનિક મદદગારો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઝૂંપડપટ્ટી અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પોલીસની ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મજૂરી કામ, કન્સ્ટ્રક્શન સાઈટ, ઝૂંપડપટ્ટી વિસ્તાર, ભાડાના મકાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા લોકોની પૂછપરછ બાદ તેમની ઓળખ અને નાગરિકતાની ચકાસણી કરવામાં આવી હતી. ખોટા દસ્તાવેજોના આધારે ગુજરાતમાં રહેતા હતા અનેક બાંગ્લાદેશી નાગરિકો વર્ષોથી ખોટા આધારકાર્ડ, મતદાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે ગુજરાતમાં રહેતા હતા. કેટલાક લોકો મજૂરી, ફેક્ટરી અને નાના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આવા લોકોની વિગતો એકત્ર કરવામાં આવી રહી હતી. જે બાદ રાજ્યવ્યાપી ઓપરેશન શરૂ કરી એકસાથે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાં સર્ચ ઓપરેશન ધરપકડ કરાયેલા તમામ લોકોના દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે અને તેઓ ભારતમાં કેવી રીતે ઘૂસ્યા તથા તેમને સ્થાનિક દસ્તાવેજો કોણે બનાવી આપ્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોરા, રાજકોટ સહિતના મોટા શહેરોમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. અમદાવાદમાં બે દિવસમાં 182 બાંગ્લાદેશી ઝડપાયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 જૂને અલગ અલગ વિસ્તારમાંથી 166 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી, જ્યારે 3 જૂને પણ પોલીસનું ઓપરેશન ચાલુ રહ્યું હતું અને આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વધુ 16 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તમામ ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડિટેન્શન સેન્ટર મોકલી આપવામાં આવ્યા છે. રાજ્યભરમાંથી 501 બાંગ્લાદેશીઓ ઝડપાયા ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજ સુધી 365 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. જે આજે 501 જેટલા થયા છે. અમારી પાસે લિસ્ટ હતું જેમાં હિન્દુ, મુસ્લિમ, વેપારીઓ તમામ બાંગ્લાદેશી હતા. અમદાવાદનો આંકડો 166થી 192 સુધી પહોંચ્યો છે. હાલ 100ની પૂછપરછ ચાલી રહી છે. 100થી વધુ મહિલા, 30 બાળકો અને બાકીના પુરૂષો છે. અહીંયા પૈસા કમાઈ બાંગ્લાદેશ મોકલતા ગત વર્ષે પકડાયેલા બાંગ્લાદેશીઓમાં લલ્લુ બિહારી અને અન્ય એજન્ટનું નામ સામે આવ્યું હતું. જેથી આ વખતે પણ તેની તપાસ કરવામાં આવશે. બાંગ્લાદેશીઓ મજૂરીથી મેળવા પૈસા આંગડિયા પેઢી, ડિજિટલ એપ્લિકેશન, ગુગલ પે મારફતે બાંગ્લાદેશ મોકલતા હતા. તમામની ફિંગર પ્રિન્ટ પણ તપાસવામાં આવશે. જેથી અગાઉ આવ્યા હતા કે કેમ તેની જાણ થશે. સ્પા સેન્ટર, એજન્ટો સહિત તમામની તપાસ બાંગ્લાદેશીઓ ભારતીય આધારકાર્ડ બન્યા બાદ ટ્રેનમાં બેસીને આવે છે. અહીં આવ્યા બાદ પરત જઈ શકતા નથી. એટલે વેશ્યાવૃત્તિ કરે છે. જેટલા સ્પા સેન્ટર છે, એજન્ટો છે તમામની તપાસ શરૂ છે. બાંગ્લાદેશીઓને પકડ્યા બાદ પોલીસ સામે ઘણા પડકારો આવે છે. અગાઉ 465 લોકોને ડિપોર્ટ કરાયા હતા સ્થાનિક પોલીસ પાસે કોઈ સોફ્ટવેર નથી જેથી તેમને ખ્યાલ આવે કે આ આધારકાર્ડ નકલી છે. અગાઉ 465 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ભૂતકાળમાં ડિપોર્ટ કરવા માટે સમય લાગતો હતો. હવે જલદી થઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન:કંટ્રોલ રૂમમાંથી સફેદ થારનો નંબર ફ્લેશ થયો ને પોલીસે ઘેરો વળી અપહૃત પરિણીતાને છોડાવી; પોક્સોનો સજાપ્રાપ્ત પેરોલ જમ્પ કેદી ઝડપાયો
    Next Article
    Centre Preps Delimitation Push, Eyes New Bill Before 2029 Elections

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment