Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે ગીરવે મૂકેલી બાઇક પરત અપાવી:સુરેન્દ્રનગર પોલીસે બે મહિનાથી અટકેલું મોટરસાયકલ ગણતરીના કલાકોમાં પાછું અપાવ્યું

    10 hours ago

    સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે એક અરજદારને ગીરવે મૂકેલું મોટરસાયકલ ગણતરીના કલાકોમાં પરત અપાવ્યું છે. અરજદાર સામીલશા અનવરશા ફકીર (ઉં.વ. 28, રહે. રતનશાપીરની દરગાહ પાસે, નગરા, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર) એ તેમના એક મિત્રને આર્થિક મદદ કરવાના હેતુથી પોતાનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ (રજી. નંબર: GJ-13 BC-1113) એક વ્યક્તિ પાસે રૂા. 30,000/- માં ગીરવે મૂક્યું હતું. જ્યારે અરજદાર પોતાનું મોટર સાયકલ પરત લેવા ગયા, ત્યારે ગીરવે રાખનાર વ્યક્તિ કરાર કરતાં વધુ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો અને બાઇક પરત આપતો ન હતો. આ કારણે અરજદાર છેલ્લા બે મહિનાથી મુશ્કેલીમાં હતા. આ મામલે અરજદારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનો રૂબરૂ સંપર્ક કરીને પોતાની રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકે મામલાની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.એચ. જાડેજાને આ અરજી બાબતે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. અરજદારની લેખિત અરજીના આધારે, પી.આઇ. એચ.એચ. જાડેજાએ ટેક્નિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરીને ત્વરિત તપાસ હાથ ધરી. પોલીસે કડક વલણ અપનાવીને ગીરવે રાખનાર વ્યક્તિ પાસેથી અરજદારનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ (GJ-13 BC-1113) માત્ર ગણતરીની કલાકોમાં જ પરત મેળવી અરજદારને સોંપી દીધું. છેલ્લા બે મહિનાથી અટકેલું વાહન ગણતરીના કલાકોમાં પરત મળતા અરજદારને સંતોષ થયો. અરજદારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેદીકા બિહાનીની ત્વરિત અને અસરકારક કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો.
    Click here to Read More
    Previous Article
    આરુષી દવેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન:ભરતનાટ્યમના નવરસ પ્રદર્શન બદલ જામનગરની બાળ નૃત્યાંગનાને એવોર્ડ અને પ્રશંસાપત્ર એનાયત
    Next Article
    અમદાવાદના આસારામ આશ્રમની જમીનનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો:સ્ટેટ્સ ક્વો જાળવી રાખવા આદેશ, 45 હજાર ચોરસ મીટર જમીન પરત લેવા સરકારની કાનૂની લડત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment