Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરુષી દવેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન:ભરતનાટ્યમના નવરસ પ્રદર્શન બદલ જામનગરની બાળ નૃત્યાંગનાને એવોર્ડ અને પ્રશંસાપત્ર એનાયત

    9 घंटे पहले

    જામનગરની બાળ નૃત્યાંગના આરુષી જયભાઈ દવેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે માત્ર 30 સેકન્ડમાં ભરતનાટ્યમના નવરસની અભિવ્યક્તિ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો, જેના બદલ તેમને આ એવોર્ડ અને પ્રશંસાપત્ર એનાયત કરાયા છે. આરુષીએ ભરતનાટ્યમના નવરસ – શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત – નું પ્રદર્શન માત્ર 30 સેકન્ડમાં કરીને આ અનોખો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આ સિદ્ધિ બદલ તેમને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપત્ર મળ્યા છે. નોંધનીય છે કે આરુષીએ નાની ઉંમરે ગંભીર ગિલિયન-બારે સિન્ડ્રોમ (GBS) જેવી બીમારી સામે લડત આપી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીને તેમણે ફરીથી નૃત્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા દર્શાવી અને આજે અનેક બાળકો માટે પ્રેરણારૂપ બન્યા છે. હાલમાં આરુષી જામનગરની પી. એમ. કેન્દ્રીય વિદ્યાલય, વાલસુરા ખાતે અભ્યાસ કરી રહી છે. તેઓ શકુંતલ સ્કૂલ ઓફ ડાન્સમાં ગુરુ હિરબેન પરેશભાઈ બુચના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમની તાલીમ પણ મેળવી રહ્યા છે. આ સિદ્ધિ બદલ આરુષીએ પોતાના પરિવારજનો, ગુરુજનો, શાળા પરિવાર તેમજ સમગ્ર જામનગર શહેરને ગૌરવ અપાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક પોલીસે જેલરોડ વિસ્તારમાં તવાઈ બોલાવી:આડેધડ વાહન પાર્ક કરતા વાહનચાલકોને દંડ ફટકારી વાહનોને લોક મારી કાયદાનું ભાન કરાવ્યું
    Next Article
    પોલીસે ગીરવે મૂકેલી બાઇક પરત અપાવી:સુરેન્દ્રનગર પોલીસે બે મહિનાથી અટકેલું મોટરસાયકલ ગણતરીના કલાકોમાં પાછું અપાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment