Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાનું ભોપાળું!:ખાનગી માલિકીની જમીન પર નગરપાલિકાએ રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી દીધું, લોકો પરેશાન

    9 hours ago

    પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનેલો એક મુખ્ય રોડ ખાનગી માલિકીની જમીનમાં હોવાનો વિવાદ સામે આવ્યો છે. સ્થાનિક આસામી દ્વારા રસ્તા પર ફેન્સિંગ કરી દેવાતા રહીશો માટે અવરજવરનો માર્ગ બંધ થયો છે, જેના કારણે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે અધિકારીઓની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠાવી કડક તપાસની માંગ કરી છે. આ ઘટના પાટણના વોર્ડ નંબર 10માં આવેલા વીચુ ખાડ વિસ્તાર, લાલેશ્વર પાર્કની પાછળ અને ભીલપતિ મંદિરની આગળના ભાગમાં બની છે. નગરપાલિકા દ્વારા આશરે 12થી 18 મહિના પહેલાં લાખો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો. હાલમાં સ્થાનિક આસામી જીગર પટેલ દ્વારા આ રોડ પર ફેન્સિંગ તારની વાડ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશો માટે અવરજવરનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે, જેના કારણે જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. આ ગંભીર સમસ્યા અંગે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી. તેમણે ફેન્સિંગ કરનાર જીગર પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા ચોંકાવનારી વિગતો સામે આવી. જીગરના જણાવ્યા અનુસાર, નગરપાલિકાએ જે જગ્યા પર રોડ બનાવ્યો છે તે જમીન તેમની ખાનગી માલિકીની છે. જીગર પટેલે દાવો કર્યો હતો કે તેમણે આ બાબતે અગાઉ નગરપાલિકામાં લેખિત અરજી પણ આપી હતી. વધુમાં, તેમણે જણાવ્યું કે પાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરની સૂચના અને સંમતિ બાદ જ તેમણે પોતાની માલિકીની જમીન પર આ ફેન્સિંગ કર્યું છે. આ કિસ્સો નગરપાલિકાના આયોજનના અભાવ અને ગંભીર બેદરકારી દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં GBWU દ્વારા છાશનું વિતરણ:AIBEAના સ્થાપના વર્ષ અને તારકેશ્વર ચક્રવર્તીની જન્મજયંતિ નિમિત્તે આયોજન કરાયું
    Next Article
    PM મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી:સુરેન્દ્રનગરમાં 5 થી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે, કલેક્ટરે આપ્યું માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment