Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી:સુરેન્દ્રનગરમાં 5 થી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે, કલેક્ટરે આપ્યું માર્ગદર્શન

    9 hours ago

    વડાપ્રધાનના સફળ અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વિવિધ લોકાભિમુખ કાર્યક્રમોના સફળ સંચાલન અને સંકલન માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં જણાવ્યા અનુસાર, આગામી 5 જૂનથી 21 જૂન દરમિયાન સમગ્ર જિલ્લામાં વ્યાપક સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ, જનજાગૃતિ માટે સ્વચ્છતા અભિયાન, વિકાસ કાર્યોને જન-જન સુધી પહોંચાડવા પ્રગતિપથ યાત્રા તેમજ સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા જનકલ્યાણ શિબિરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 21મી જૂનના રોજ આવતા 'વિશ્વ યોગ દિવસ'ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવા માટે પણ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાધીને આ તમામ કાર્યક્રમો સમયબદ્ધ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉજવણી દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવાનો હેતુ છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાનું ભોપાળું!:ખાનગી માલિકીની જમીન પર નગરપાલિકાએ રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી દીધું, લોકો પરેશાન
    Next Article
    અરવલ્લીમાં 13 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા:પોલીસે આધાર-પુરાવા વગરના શખ્સોની અટકાયત કરી, તપાસ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment