Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં GBWU દ્વારા છાશનું વિતરણ:AIBEAના સ્થાપના વર્ષ અને તારકેશ્વર ચક્રવર્તીની જન્મજયંતિ નિમિત્તે આયોજન કરાયું

    8 hours ago

    મોરબીમાં ગુજરાત બેંક વર્કર્સ યુનિયન (GBWU) – મોરબી યુનિટ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA)ના પ્રખર નેતા કોમરેડ તારકેશ્વર ચક્રવર્તીની 101મી જન્મજયંતિ અને AIBEAના 80મા સ્થાપના વર્ષ નિમિત્તે આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમ ૩ જૂનના રોજ બેંક ઓફ બરોડા, રવાપર ચોકડી ખાતે યોજાયો હતો. સવારે 9 વાગ્યાથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં 1000થી વધુ ગ્લાસ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમી વચ્ચે આ સેવાકીય કાર્યક્રમને સ્થાનિક નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સભ્યો, બેંક ઓફિસર્સ એસોસિયેશનના પ્રતિનિધિઓ અને નિવૃત્ત બેંક કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. GBWUના જિલ્લા લીડર પ્રકાશ ખટાણાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    તથ્ય પટેલ પોણા ત્રણ વર્ષે જેલમાંથી બહાર નીકળ્યો:ફોર્ચ્યુનર કારમાં પિતા પ્રગ્નેશ પટેલ જેલ લેવા પહોંચ્યા'તા, માથે ટોપી અને મીડિયાના સવાલો સામે આરોપીનું મૌન
    Next Article
    પાટણ નગરપાલિકાનું ભોપાળું!:ખાનગી માલિકીની જમીન પર નગરપાલિકાએ રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી દીધું, લોકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment