Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તથ્ય પટેલ પોણા ત્રણ વર્ષે જેલમાંથી બહાર નીકળ્યો:ફોર્ચ્યુનર કારમાં પિતા પ્રગ્નેશ પટેલ જેલ લેવા પહોંચ્યા'તા, માથે ટોપી અને મીડિયાના સવાલો સામે આરોપીનું મૌન

    7 hours ago

    અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 27 મે, 2026ના રોજ એટલે કે પોણા ત્રણ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાંથી આરોપી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા હતા. જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને બોનાફાઈડ બતાવવા માટે 1 કરોડની રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા કહ્યું હતું, ત્યારે આજે 3 જૂન, 2026ના રોજ આરોપી તથ્ય પટેલના વકીલ નિસાર વૈધ ગ્રામ્ય કોર્ટથી બીડું લઈને અમદાવાદ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. વકીલે જેલમાં બીડું જમા કરાવ્યું તે દરમિયાન આરોપી તથ્યના પિતા પ્રગ્નેશ પટેલ પણ જેલ ખાતે પહોંચ્યા હતા. આરોપી તથ્ય પટેલ 2 વર્ષ 10 મહિના અને 14 દિવસે જેલમાંથી બહાર નીકળ્યો છે અને પોતાના ઘરે પરત ફર્યો છે. તથ્ય પટેલના વકીલ નિસાર વૈધના જણાવ્યા અનુસાર, તથ્યને જામીન આપવા સુપ્રીમના નિર્દેશ મુજબ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શરતો મૂકી છે. તથ્ય પટેલ દેશ છોડી શકશે નહીં. તેનો પાસપોર્ટ જમા રહેશે. ફરી આવી પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં. અગાઉ તેનું લાઈસન્સ સસ્પેન્ડ થઈ ચૂક્યું છે. તથ્ય પટેલના વકીલ જે એક્ટિવા પર બીડું લઈને જેલ પહોંચ્યા હતા તે એક્ટિવાની નંબર પ્લેટ પર ટેપ લગાવીને ચેડા કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં 6 માળની હોટલમાં આગ, 21 જીવતા ભડથું થયા:તેમાં બાંગ્લાદેશ-આફ્રિકી દેશોના 17 નાગરિકો; 25 રૂમની બિલ્ડિંગની ફાયર NOC નહોતી
    Next Article
    મોરબીમાં GBWU દ્વારા છાશનું વિતરણ:AIBEAના સ્થાપના વર્ષ અને તારકેશ્વર ચક્રવર્તીની જન્મજયંતિ નિમિત્તે આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment