Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં 6 માળની હોટલમાં આગ, 21 જીવતા ભડથું થયા:તેમાં બાંગ્લાદેશ-આફ્રિકી દેશોના 17 નાગરિકો; 25 રૂમની બિલ્ડિંગની ફાયર NOC નહોતી

    14 hours ago

    દિલ્હીના માલવીય નગરની ફ્લોરિશ સ્ટે હોટલમાં બુધવારે આગ લાગવાથી 21 લોકોના મોત થયા. મૃતકોમાં 17 વિદેશી નાગરિકો છે, જે બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોના છે. દિલ્હી ફાયર સર્વિસ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, માલવીય નગરના લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં સવારે 8.50 વાગ્યે આગ લાગી હતી. આગ રેસ્ટોરન્ટની ઉપર બનેલા હોટેલ ફ્લોરિશ સ્ટે સુધી પહોંચી ગઈ હતી. ચીફ ફાયર ઓફિસર અભિલાષ મલિકે જણાવ્યું કે, ફાયર ટીમે અહીંથી 37 લોકોને બહાર કાઢ્યા. બિલ્ડિંગ પાસે ફાયર NOC નહોતી. હોટલમાં 25 રૂમ છે. ઘટનાના વીડિયોમાં કેટલાક લોકો જીવ બચાવવા માટે સળગતી ઇમારત પરથી કૂદતા જોવા મળી રહ્યા છે. તેમને બચાવવા માટે સ્થાનિક લોકોએ જમીન પર ગાદલા પણ પાથર્યા હતા. બેઝમેન્ટમાંથી પણ 6 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા. 40 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘણા લોકોની હાલત ગંભીર છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. છેલ્લા 6 મહિનામાં દિલ્હીમાં આગની અલગ-અલગ ઘટનાઓમાં 66 લોકોના મોત થયા છે. દુર્ઘટનાની તસવીરો… રેસ્ટોરન્ટ ઉપર હોટલ હતી, આગ 6 માળ સુધી પહોંચી આગ 6 માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા બી-એન-બી રેસ્ટોરન્ટમાં લાગી. થોડીવાર પછી આગ હોટલમાં ઉપરની તરફ ફેલાઈ ગઈ. આ હોટલ દિલ્હીના પ્રેસ એન્ક્લેવ રોડ પર છે. અહીં જ મેક્સ હોસ્પિટલ અને AIIMS પણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હોસ્પિટલોમાં સારવાર કરાવવા આવનારાઓના પરિવારજનો પણ આ હોટલમાં રોકાતા હતા. હોટલ પાસે 6 રૂમની મંજૂરી હતી, પરંતુ 25 રૂમ હતા નીચે આગની જ્વાળાઓ, રસ્તો જામ, લોકો ચોથા માળેથી કૂદ્યા:એમ્બ્યુલન્સ મોડી પડી તો ઘાયલોને ખભા પર ઉઠાવીને લોકો દોડ્યા; દિલ્હી અગ્નિકાંડની 12 તસવીરો દિલ્હી હોટલમાં લાગેલી આગની ઘટનાની પળેપળની માહિતી માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Malviya Nagar Fire: मालवीय नगर अग्निकांड के चश्मदीद ने क्या बताया ! Delhi Hotel Fire | eye witness
    Next Article
    તથ્ય પટેલ પોણા ત્રણ વર્ષે જેલમાંથી બહાર નીકળ્યો:ફોર્ચ્યુનર કારમાં પિતા પ્રગ્નેશ પટેલ જેલ લેવા પહોંચ્યા'તા, માથે ટોપી અને મીડિયાના સવાલો સામે આરોપીનું મૌન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment