Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રી તળાવમાં ઓક્સિજનના અભાવે અસંખ્ય માછલાંના મોત:તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ, પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવા માંગ

    10 hours ago

    વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પ્રખ્યાત ગોત્રી તળાવમાં ગત રોજ એકાએક અસંખ્ય માછલીઓ ટપોટપ મરી જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે જ્યારે સ્થાનિક નાગરિકો તળાવ કિનારેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને પાણીની સપાટી પર હજારોની સંખ્યામાં નાની-મોટી માછલીઓ મૃત હાલતમાં તરતી જોઈ હતી. આ દ્રશ્ય જોતા જ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ભારે માત્રામાં માછલીઓના મોત થવાને કારણે સમગ્ર ગોત્રી વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના લીધે સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ અસહ્ય દુર્ગંધના કારણે મુશ્કેલી વેઠવી પડી હતી. આ ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ વડોદરા કોર્પોરેશનની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓક્સિજનના અભાવે મોતની આશંકા ગોત્રી તળાવમાં આ પ્રકારે સામૂહિક રીતે માછલાંના મોત થવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી, જેથી આ મોત પાછળનું રહસ્ય હાલ પૂરતું અકબંધ રહ્યું છે. જો કે, સ્થાનિક પર્યાવરણ વિદો અને જાણકારોના મતે, લાંબા સમયથી તળાવની યોગ્ય જાળવણી ન થઈ હોવાને લીધે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ખૂટી ગયું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આસપાસની ડ્રેનેજ લાઈનોનું દૂષિત કે કેમિકલયુક્ત પાણી ગેરકાયદેસર રીતે તળાવમાં છોડવામાં આવતું હોઈ શકે છે, જેના કારણે પાણી ઝેરી બન્યું અને મૂંગા જળચર જીવોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. તળાવમાં ફુવારા શરૂ કરવા માટે માગ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે તે પછી જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જો તળાવમાં ફુવારા શરૂ કરવામાં આવે તો જળચરોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે. ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ આ બાબતે ધ્યાન રાખવાની જરૂર છે. તળાવની સાફ સફાઈ કરવા માટે માગ આ ગંભીર ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તળાવની સાફ-સફાઈ અને બ્યુટીફિકેશન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તળાવ કચરા અને ગંદકીનું સામ્રાજ્ય બની ચૂક્યું છે. રહીશો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે તળાવની સંપૂર્ણ સાફ-સફાઈ કરાવવા, મૃત માછલીઓને વહેલી તકે બહાર કાઢી તેનો યોગ્ય નિકાલ કરવા અને પાણી શુદ્ધ કરવા માટે ઓક્સિજન પંપ મુકવાની ઉગ્ર માગ કરવામાં આવી છે. જો વહેલી તકે આ ગંદકી દૂર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે વડોદરાનું મનપા તંત્ર આ બાબતે કેટલી ઝડપી કામગીરી કરે છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહના નિવેદન બાદ નર્મદામાં ઓપરેશન બાંગ્લાદેશ શરૂ:8 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરાઈ, 2 પશ્ચિમ બંગાળ; સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત જિલ્લામાં ચેકિંગ
    Next Article
    DDOએ વઢવાણના ટીંબા ગામની મુલાકાત લીધી:સરકારી યોજનાઓ, સ્વચ્છતા અને કચરાના નિકાલ મુદ્દે સૂચનો આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment