Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીકઅપ વાન ચોરીનો આરોપી ઝડપાયો:મહારાષ્ટ્રનો નાસતો ફરતો આરોપી તાપીમાંથી પકડાયો

    8 hours ago

    તાપી જિલ્લામાં નાસતા ફરતા અને ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત, વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પીકઅપ વાન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે અઝીઝ મુખ્તાર મલીકને પકડ્યો છે. બાતમીના આધારે પોલીસે આરોપીને વ્યારા જૂના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસને સોંપવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી વાપી અને કપરાડા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. તેના વિરુદ્ધ મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ આ પીકઅપ વાન ચોરીના ગુનામાં અન્ય ત્રણ આરોપીઓ વોન્ટેડ છે, જેમને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં 6 માળની હોટલમાં આગ, 21 જીવતા ભડથું થયા:અનેક વિદેશીઓનાં જીવ હોમાયા, 40નું રેસ્ક્યૂ; બાળકને છાતીએ વળગાડી માતા નીચે કૂદી
    Next Article
    સુરતમાં ઓનલાઇન નકલી ડ્રાઇવિંગ લાયસન્સ વેચાય છે!:ઇન્સ્ટા પર જાહેરાત જોઈ દંપતી છેતરાયું, નકલી લર્નિંગ લાઇસન્સ વોટ્સએપમાં મોકલ્યું; માધવ કન્સલ્ટન્ટ IDધારકે 6,000 પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment