Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ઓનલાઇન નકલી ડ્રાઇવિંગ લાયસન્સ વેચાય છે!:ઇન્સ્ટા પર જાહેરાત જોઈ દંપતી છેતરાયું, નકલી લર્નિંગ લાઇસન્સ વોટ્સએપમાં મોકલ્યું; માધવ કન્સલ્ટન્ટ IDધારકે 6,000 પડાવ્યા

    9 hours ago

    સોશિયલ મીડિયા પર સસ્તામાં કામ કરાવી આપવાની લલચામણી જાહેરાતો જોઈને લોકો અવારનવાર સાયબર ક્રિમિનલ્સનો ભોગ બનતા હોય છે. સુરતના સરથાણા વિસ્તારમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપવાની જાહેરાત જોઈને એક આઈટી પ્રોફેશનલ યુવક અને તેની પત્ની છેતરપિંડીનો ભોગ બન્યા છે. ભેજાબાજે નકલી લર્નિંગ લાઇસન્સ બનાવી આપીને દંપતી પાસેથી 6,000 ઓનલાઈન પડાવી લીધા હતા. લાઇસન્સ ડુપ્લિકેટ હોવાનું માલૂમ પડતાં આખરે યુવકે સરથાણા પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ ને યુવકે સંપર્ક કર્યો મળતી માહિતી મુજબ, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી શ્યામધામ ચોક નજીકની વર્ધમાન સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે આઈટીમાં વેબસાઇટ બનાવવાનું કામ કરતા 25 વર્ષીય હર્ષીલ કિશોરભાઈ સખીયાએ ફરિયાદ નોંધાવી છે. ગત 25 માર્ચ 2026ના રોજ હર્ષીલભાઈની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર માધવ કન્સલ્ટન્ટ નામની આઈડી પર ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપવાની એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાતના આધારે તેમની પત્નીએ આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો. સામે પક્ષેથી અજાણ્યા ઇસમે ફોન પર વાતચીત કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપવાની ખાતરી આપી હતી. બે કટકે 6,000 ઓનલાઈન ભેજાબાજે પડાવ્યા ભેજાબાજે લાઇસન્સની પ્રક્રિયા માટે કુલ 6,000નો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જેમાંથી 3,000 લર્નિંગ લાઇસન્સ આવ્યા બાદ અને બાકીના 3,000 પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યા બાદ ચૂકવવાનું નક્કી થયું હતું. આ માટે હર્ષીલભાઈની પત્નીએ જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. ગત 28 માર્ચના રોજ અજાણ્યા ઠગે વોટ્સએપ પર એક લર્નિંગ લાઇસન્સ મોકલ્યું હતું અને નક્કી થયા મુજબના ₹3,000 ક્યુઆર (QR) કોડ મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. 'બારડોલી RTO સીલ થવાની છે' કહીને બીજા પૈસા પણ પડાવ્યા પ્રથમ હપ્તો મેળવ્યાના થોડા જ સમય બાદ ભેજાબાજે ફરી ફોન કર્યો હતો. તેણે હર્ષીલભાઈની પત્નીને જણાવ્યું કે, હાલ બારડોલી આરટીઓ (RTO)માં થોડું દબાણ ચાલી રહ્યું છે અને તે થોડા સમયમાં સીલ થવાની હોવાથી, જો તમે બાકીના 3,000 અત્યારે જ ટ્રાન્સફર કરી આપો તો હું આગળની પ્રોસેસ ફટાફટ ચાલુ કરી દઉં. ઠગની આ વાતોમાં આવી જઈને મહિલાએ બાકીના 3,000 પણ તેના મોકલેલા QR કોડ પર ટ્રાન્સફર કરી દીધા હતાં. મિત્ર પાસે ચેક કરાવતા ભાંડો ફૂટ્યો પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા બાદ પણ લાંબા સમય સુધી અસલી ડ્રાઇવિંગ લાઇસન્સ ન મળતાં હર્ષીલભાઈને શંકા ગઈ હતી. તેમણે અજાણ્યા વ્યક્તિ સાથે અવારનવાર ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આથી હર્ષીલભાઈએ વોટ્સએપ પર મળેલું લર્નિંગ લાઇસન્સ તેમના એક મિત્ર પાસે ચેક કરાવ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે તે લર્નિંગ લાઇસન્સ સંપૂર્ણપણે ડુપ્લિકેટ હતું અને તેની કોઈ સરકારી ફી પણ ચૂકવવામાં આવી ન હતી. છેતરપિંડી ફરિયાદ બાદ સરથાણા પોલીસ એક્શનમાં પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું અહેસાસ થતાં જ હર્ષીલભાઈએ તાત્કાલિક પોલીસમાં અરજી કરી હતી. ત્યારબાદ આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 318(4) (છેતરપિંડી) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટની કલમ 66-ડી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસની આગળની તપાસ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. પટેલ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પીકઅપ વાન ચોરીનો આરોપી ઝડપાયો:મહારાષ્ટ્રનો નાસતો ફરતો આરોપી તાપીમાંથી પકડાયો
    Next Article
    Gujarat Weather Forecast Update | 5 જૂન સુધી રાજ્યમાં તોફાની વરસાદની આગાહી | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment