Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં 6 માળની હોટલમાં આગ, 21 જીવતા ભડથું થયા:અનેક વિદેશીઓનાં જીવ હોમાયા, 40નું રેસ્ક્યૂ; બાળકને છાતીએ વળગાડી માતા નીચે કૂદી

    10 hours ago

    દિલ્હીના માલવીય નગરમાં બુધવારે સવારે એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 21 લોકોનાં મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં મધ્ય એશિયા અને આફ્રિકી દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે. જોકે, તેમની ચોક્કસ સંખ્યાની માહિતી મળી નથી. દિલ્હી ફાયર સર્વિસ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, માલવીય નગરના લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં સવારે 8.50 વાગ્યે આગ લાગી હતી. આગ રેસ્ટોરન્ટની ઉપર બનેલા હોટેલ ફ્લોરિશ સ્ટે સુધી પહોંચી ગઈ હતી. તે જ સમયે, બેઝમેન્ટમાંથી પણ 6 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાના વીડિયોમાં કેટલાક લોકો જીવ બચાવવા માટે સળગતી ઇમારત પરથી કૂદતા જોવા મળી રહ્યા છે. તેમને બચાવવા માટે સ્થાનિક લોકોએ જમીન પર ગાદલા પણ પાથર્યા હતા. અત્યાર સુધીમાં 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત ગંભીર છે. દિલ્હીની આ હોટેલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. છેલ્લા 6 મહિનામાં દિલ્હીમાં આગની અલગ-અલગ ઘટનાઓમાં 66 લોકોના મોત થયા છે. દુર્ઘટનાની 8 તસવીરો… રેસ્ટોરન્ટની ઉપર હોટલ હતી, આગ 6 માળ સુધી પહોંચી પ્રાથમિક માહિતી અનુસાર, આગ 6 માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં લાગી હતી. થોડા સમય પછી 6 માળની ફ્લોરિશ સ્ટે હોટલ સુધી ફેલાઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણ માળ સુધી આગ ફેલાઈ ગઈ. આ હોટેલ દિલ્હીના પ્રેસ એન્ક્લેવ રોડ પર છે. અહીં જ મેક્સ હોસ્પિટલ અને AIIMS પણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હોસ્પિટલોમાં સારવાર કરાવવા આવનારાઓના પરિવારજનો પણ આ હોટેલમાં રોકાતા હતા. નીચે આગની જ્વાળાઓ, રસ્તો જામ, લોકો ચોથા માળેથી કૂદ્યા:એમ્બ્યુલન્સ મોડી પડી તો ઘાયલોને ખભા પર ઉઠાવીને લોકો દોડ્યા; દિલ્હી અગ્નિકાંડની 12 તસવીરો દિલ્હી હોટલમાં લાગેલી આગની ઘટનાની પળેપળની માહિતી માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Delhi Malviya Nagar Fire: हादसे की डरावनी तस्वीरें! Hotel में फंसे लोगों ने ऐसे बचाई जान |Delhi Fire
    Next Article
    પીકઅપ વાન ચોરીનો આરોપી ઝડપાયો:મહારાષ્ટ્રનો નાસતો ફરતો આરોપી તાપીમાંથી પકડાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment