Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં મેગા રોજગાર મેળાનું આયોજન:મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે યુવાનોને નિમણૂક પત્રો અપાયાં

    1 week ago

    વલસાડ જિલ્લામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મેગા રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉમટી પડ્યા હતા, જેમાંથી લાયક ઉમેદવારોને સ્થળ પર જ વિવિધ કંપનીઓ દ્વારા નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, વલસાડના આ રોજગાર મેળામાં આશરે ૧૫૦૦ જેટલા યુવાનો હાજર રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે, સમગ્ર ગુજરાતમાં આવા 30 જેટલા રોજગાર મેળા યોજીને વધુમાં વધુ યુવાનોને રોજગારી આપવાનો સરકારનો સંકલ્પ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ આ વર્ષે દોઢ થી બે લાખ યુવાનોને નોકરી આપવાનું આયોજન કરાયું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ITI દ્વારા ઉદ્યોગોને અનુરૂપ નવા કોર્સ શરૂ કરાશે. ગુજરાતના ૫૦ થી ૬૦ હજાર યુવાનો અભ્યાસ કે રોજગાર માટે વિદેશ જઈ શકે તે માટેના ખાસ કોર્સ પણ ITI માં શરૂ કરવાની યોજના છે. તેમણે માહિતી આપી કે, આગામી 4 તારીખે વલસાડમાં વધુ એક મોટો કાર્યક્રમ યોજાશે, જેમાં 2 થી 3 હજાર લોકોને રોજગારી મળે તેવા પ્રયાસો કરાશે. રોજગાર મેળામાં નોકરી મેળવનાર સ્થાનિક યુવક રોનક ગરાસિયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, તેઓ ઘણા સમયથી નોકરીની શોધમાં હતા. મિત્રો દ્વારા આ ભરતી મેળાની જાણ થતા તેમણે અહીં અરજી કરી. માત્ર 2-3 દિવસમાં જ ઇન્ટરવ્યુ માટે ફોન આવ્યો અને ઇન્ટરવ્યુ પાસ કરતા તેમનું સિલેક્શન થઈ ગયું. તેમણે સરકારને આવા મેળા વારંવાર યોજવા વિનંતી કરી, જેથી અન્ય બેરોજગાર યુવાનોને પણ વહેલી તકે સારી નોકરી મળી શકે. રોજગાર અને તાલીમ નિયામકની કચેરી (રોજગાર પાંખ) ના નાણાંકીય વર્ષ 2025-26 ના સત્તાવાર અહેવાલ મુજબ, વલસાડ જિલ્લામાં 'અનુબંધમ' વેબ પોર્ટલ પર કુલ 16,159 ઉમેદવારો અને 270નોકરીદાતાઓ નોંધાયેલા છે. હાલમાં પોર્ટલ દ્વારા અંદાજે 4,402 ખાલી જગ્યાઓની નોંધણી સાથે 207જેટલા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન હાથ ધરાયું છે.
    Click here to Read More
    Previous Article
    ગીરમાં રાજભાને ગ્રીન સિગ્નલ, અન્ય માલધારીઓનો મહિનાઓથી સંઘર્ષ:અધિકારીઓએ વાંધા કાઢીને અરજી નકારી, એક જ વિસ્તારમાં વનવિભાગની બેવડી નીતિ જેવો ઘાટ
    Next Article
    ભરઉનાળે મહાનગરપાલિકાએ પાણીના કનેકશન કાપી નાખતા હોબાળો:જૂનાગઢ હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ આપ્યા બાદ પણ ખાલી ન કરાતા કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment