Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરમાં રાજભાને ગ્રીન સિગ્નલ, અન્ય માલધારીઓનો મહિનાઓથી સંઘર્ષ:અધિકારીઓએ વાંધા કાઢીને અરજી નકારી, એક જ વિસ્તારમાં વનવિભાગની બેવડી નીતિ જેવો ઘાટ

    1 week ago

    ગીર પૂર્વમાં વનવિભાગ દ્વારા જાણીતા કલાકાર રાજભા ગઢવીને માલધારી તરીકે વસવાટ અંગે ગ્રીન સિગ્નલ આપતા જ સતત વિવાદ સર્જાઈ રહ્યો છે. આ મંજૂરીને કારણે વનવિભાગની બેવડી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અન્ય માલધારીઓની સમાન પ્રકારની અરજીઓ નકારવામાં આવી રહી છે. માલધારીઓ અનેક મહિનાઓથી સંઘર્ષ કરી રહ્યા છે અધિકારીઓ કોઈને કોઈ વાંધો કાઢીને અરજી નામંજૂર કરી રહ્યા છે. રાજભા ગઢવીએ અગાઉ જંગલમાંથી નેસડા છોડ્યા બાદ ફરી માલધારી તરીકે વસવાટની મંજૂરી માંગી હતી. વર્ષ 2023માં તેમના પિતાની અરજી ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા રદ કરવામાં આવી હતી. જોકે, રાજભા ગઢવી અને તેમના કાકાએ ફરી અરજી કરતા વર્ષ 2026માં તેમને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી પત્ર વાયરલ થતા વિવાદ વકર્યો છે. અનેક માલધારીઓએ સરકાર અને વનવિભાગ સમક્ષ માંગ કરી છે કે, અગાઉ રદ કરાયેલા તમામ માલધારીઓને નેસડામાં વસવાટ કરવાની મંજૂરી આપવામાં આવે. ગીર પશ્ચિમ વનવિભાગમાં પણ આવા જ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના દેવગામ ગીરના ડાયાભાઇ વિસાભાઇ ચાવડાએ કરેલી અરજી વનવિભાગે 6 મહિના પહેલા નામંજૂર કરી હતી. હવે એ અરજી હાલ ચર્ચાનો વિષય બની છે. ડાયાભાઇ ચાવડાએ 13-08-2025 તેમજ 13-12-2025ના રોજ ગીર પશ્ચિમ વનવિભાગ સમક્ષ અરજી કરી હતી કે, અમારા પૂર્વજો જન્મથી ફોરેસ્ટ વિસ્તારમાં આબુડી નેશ તેમજ ભેરીયા નેશમાં વસવાટ કરતા હતા. જોકે, 1975થી અમને જંગલ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. તેમણે મસવાડી ખેતર, પશુ ચરણ, ઇંધણ એકત્રીત કરવા અને ઔષધિઓ છોડનો ઉપયોગ કરવા માટે મસવાડી પાસની જરૂરિયાત દર્શાવી હતી. જોકે, ગીર પશ્ચિમમાં તેમની આ અરજી મંજૂર કરવામાં આવી ન હતી, જે ગીર પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના નિયમોના તફાવતને વધુ સ્પષ્ટ કરે છે. અરજી અંગે વનવિભાગનો જવાબ આ અરજીને વધુ તપાસ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર દેવળીયા મોકલવામાં આવી હતી. જે અંગે ગીર પશ્ચિમ વન વનવિભાગે જવાબ આપ્યો હતો કે, તારીખ 30/09/2025થી તેઓના જણાવ્યા પ્રમાણે સ્થળ તપાસ કરતા પૂર્વજો કે અરજદારના કોઈ પણ વ્યક્તિ આબુડી નેશમાં હાલની સ્થિતિમાં વસવાટ કરતા નથી અને ભેરિયાનેસમાં પણ કોઈ પણ વ્યક્તિ હાલમાં રહેતા નથી. રેવન્યુ વિસ્તારમાં માલિકીની જમીન હોય અરજી નામંજૂર કરી રેકર્ડ ચકાસણી કરતા પૂર્વજો વિશાલ કરશનભાઇ જેઓનું નામ સન 1971 પહેલાના બિનકાયમી માલધારીની વિગત દર્શાવતું પત્રક 4માં (કમિટીએ ગણેલા) અનુક્રમ નં. 9માં રબારી વિશા કરશન રે. દેવગામ રહે છે તેવું ફલિત થાય છે. તેમજ સન 1971ના રજીસ્ટર મુજબના માલધારીઓ કે જેના નામે રેવન્યુ વિસ્તારમા પોતાની માલિકીની જમીન આવેલ છે. પૂર્વજ વિશાલભાઈ કરશનભાઇની 20 વીઘા જમીન દેવગામ ખાતે આવેલ છે જેથી પૂર્વજ રબારી વિશા કરશન ગીર જંગલ વિસ્તારમાં આવેલ હયાત નેશનમાં હાલ રહેતા ના હોય અને સન 1971માં કરેલ માલધારી ગણત્રીમાં પૂર્વજ રબારી વિશા કરશન દેવગામ રેવન્યુ ગામમાં રહેતા હોય તેવું ફલીત થાય છે જેથી આપને કાયમી માલધારી ગણી શકાય નહીં અને કાયમી મસવાડી પાસ આપી શકાય નહીં. અરજી કરનારે શું કહ્યું? અરજી કરનાર ડાયા વિસા ચાવડાએ જણાવ્યું કે, મસવાડી પાસ બાબતની અરજી વન વિભાગમાં કરી હતી. 1901થી લઈ 1975 સુધીના સક્ષમ આધાર પુરાવા હોવા છતાં, ડિવિઝનમાં જૂનાગઢ ડી.સી.એફ.ને મૌખિક રજૂઆત વારંવાર કરી હોવા છતાં કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. એ લોકોનું કહેવું છે કે, પત્રક 3,4 માં નામ હોય તો તમે મસવાડી ચાલુ કરવા પાત્ર છો જે અંગે અરજી કરજો. જેથી 13-08-2025ના રોજ અમે સંયુક્ત અરજી કરી હતી. 7 વ્યક્તિઓના મસવાડી પાસ બંધ કર્યાં છે. વારસાઈ એન્ટ્રી પાડવાના બદલામાં બિનઅધિકૃત રીતે 1975માં ભેરિયા નેસની અંદર ગીરના કાયમી માલધારી હોવા છતાં બહાર કાઢી મૂકવામાં આવ્યાં હતા. ત્રણમાંથી એક અરજીનો જવાબ આવ્યો કોઈ આધાર પુરાવાને ધ્યાને લીધા વગર 6 મહિના પછી નામંજૂરીનો જવાબ આપ્યો હતો. અમે મૌખિક અને લેખિક રજૂઆત વન મંત્રી, પી.સી.સી.એફ. ગાંધીનગરને વારંવાર કરી હતી. તેમજ આર.એફ.ઓ.ને, ડી.સી.એફ. ને અને એ.સી.એફ. એમ ત્રણેયને અરજી આપી હતી. જેમાંથી એક ડી.સી.એફ. દ્વારા નામંજૂરીનો જવાબ આપ્યો છે. જેમાં જણાવેલ કે, તમારી પાસે 20 વીઘા જમીન દેવગામ મુકામે છે, જે જમીન અમે 1943માં લીધી હતી. પી.સી.સી.એફ. જૂનાગઢની મુલાકાત લેતા ત્યાથી રીટ અરજી પાછી લેવડાવી હતી. યોગ્ય દિશામાં તપાસ થતી નથી તેમજ જવાબ પણ યોગ્ય મળતો નથી. વધુમાં જણાવ્યું કે, અમે 15/04/2025ના રોજ પી.સી.સી.એફ.ની મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ મૌખિક ડીટેલ લીધી, આધાર પુરાવા લીધા, જમીનના આધાર પુરાવા પણ માગ્યા હતા અને જમીન ક્યારથી ધરાવો છો તેમ પણ કહ્યું હતું? અરજી અંગેના જવાબમાં ઉલ્લેખ છે કે, નેસ વિસ્તારની અંદર હાલમાં તમારા પિતા કે વડવા કોઈ રહેતા નથી. જે અંગે અમે અરજીની અંદર સ્પષ્ટ જણાવ્યું હતું કે, હાલ અમે દેવગામ રહીએ છીએ પણ અમારે મસવાડી પાસની જરૂરિયાત હોવાથી અમે અરજી કરી છે. રાજભાને મંજૂરી મળી તે અંગે અરજદારે શું કહ્યું? રાજભા ગઢવીને મંજૂરી મળી તે અંગે ડાયાભાઇ ચાવડાએ જણાવ્યું કે, ધારી ગીર પૂર્વના DCFએ રાજભાને મંજૂરી આપી છે, પણ જૂનાગઢ ગીર પશ્ચિમના DCF અમને મંજૂરી આપતા નથી. રાજભાને સરકાર તરફથી સાથલીની જમીન મળી છે, અમને કોઈ જમીન પણ મળી નથી. રાજભાને જૂનાગઢમાં કરોડોનો બંગલો છે છતાં મંજૂરી મળી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં 6 માળની હોટલમાં આગ, 21 જીવતા ભડથું થયા:અનેક વિદેશીઓનાં જીવ હોમાયા, 40નું રેસ્ક્યૂ; AIIMSમાં ઘાયલોની સારવાર ચાલુ
    Next Article
    વલસાડમાં મેગા રોજગાર મેળાનું આયોજન:મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે યુવાનોને નિમણૂક પત્રો અપાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment