Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં સંકટ ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી:ગણપતિ મંદિરોમાં ભક્તો ઉમટ્યા, કેરીનો વિશેષ શણગાર અને ધરો અર્પણ

    21 hours ago

    હિંમતનગરમાં બુધવારે સંકટ ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ ગણપતિ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ગણેશજીની પૂજા-અર્ચના કરી હતી. છાપરિયા વિસ્તારમાં આવેલા અષ્ટવિનાયક ગણપતિ મંદિરે ધ્વજારોહણ, અભિષેક અને આરતી સાથે કેરીનો વિશેષ શણગાર અર્પણ કરાયો હતો. ભક્તોએ પૂજા-અર્ચના કરી પ્રસાદ ચઢાવ્યો મહાવીરનગર વિસ્તારમાં હરિઓમ સોસાયટીમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ભક્તોએ ગણેશજીનું પૂજન કરી ધરો અર્પણ કરી હતી. આ ઉપરાંત, ગાંધી રોડ પરના ગણેશજીના મંદિરે પણ ભક્તોએ પૂજા-અર્ચના કરી પ્રસાદ ચઢાવ્યો હતો. સંકટચોથની ઉજવણી અષ્ટવિનાયક મંદિરમાં સંકટચોથની ઉજવણીના ભાગરૂપે સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 6:15 કલાકે આરતી યોજાઈ હતી. યજમાન ક્રિષ્ના ઇન્દ્રવદનભાઈ સથવારા પરિવાર દ્વારા સવારે 6:30 કલાકે પૂજન-અર્ચન સાથે ધ્વજારોહણ કરાયું હતું. ભક્તોએ કેરીના શણગારના દર્શન કર્યા દિવસભર ભક્તોએ કેરીના શણગારના દર્શન કર્યા હતા. સાંજે 7:00 કલાકે આરતી અને રાત્રે 09:52 કલાકે ચંદ્રદર્શનનો સમય નિર્ધારિત કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ:બુધેલ-સિદસર રોડ પરથી 5 બાટલા સાથે એક ઝડપાયો, 3 બાટલામાંથી થોડો થોડો ગેસ ચોરી કરી 5 બાટલા બનાવતો
    Next Article
    જહાંગીરપુરાના સુડા આવાસ 2 વર્ષમાં જ જર્જરિત:10 હજાર લોકો જીવના જોખમે રહેવા મજબૂર, મહિલાએ કહ્યું- 'રજૂઆત કરવા જઈએ તો જેલમાં નાખી દેવાની ધમકી આપે છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment