Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ:બુધેલ-સિદસર રોડ પરથી 5 બાટલા સાથે એક ઝડપાયો, 3 બાટલામાંથી થોડો થોડો ગેસ ચોરી કરી 5 બાટલા બનાવતો

    22 hours ago

    ભાવનગરમાં ગ્રાહકોને ડિલિવરી માટે લઈ જવામાં આવતા ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢી ખાલી સિલિન્ડરોમાં ભરી 3 ના 5 બાટલાઓ કરતો હોવાનો કૌભાંડ સામે આવ્યું છે. ગતરોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે બુધેલ-સીદસર રોડ પર આવેલ બાવળની કાંટમાં દરોડો પાડી એક શખ્સને સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી 3ના 5 બાટલા કરતા ઝડપી લઈ ગેસ કટીંગ માટેના સાધનો, સિલિન્ડરો અને અન્ય મુદ્દામાલ કબ્જે કરી.સમગ્ર મામલે એસઓજી એ શખસ સામે વરતેજ પોલીસ મથકમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. વજન કાંટા સહિત 5 બાટલા કબજે કરવામાં આવ્યા ભાવનગર શહેરમાં ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢી તેનો સંગ્રહ કરવામાં આવતો હોવાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતી અનુસાર, ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ઇસ્કોન ઇલેવન સેક્ટર-11ની પાછળથી બુધેલ-સીદસર જવાના માર્ગે બાવળની કાંટ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં એક છોટા હાથી વાહનમાં ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરોમાંથી ગેસ કાઢી ખાલી સિલિન્ડરોમાં ભરવાની કામગીરી ચાલી રહી છે. બાતમીના આધારે એસઓજીએ સ્થળ પર રેઇડ કરતા ખુલ્લા પ્લોટમાં GJ-04-AW-9704 નંબરનો છોટા હાથી વાહન મળી આવ્યું હતું, જ્યાં રમેશ રવજીભાઈ બારૈયા ઉ.વ 52 રહે.કાળિયાબીડ, ભાવનગર હાજર મળી આવ્યા હતો.પોલીસે સ્થળની તપાસ કરતાં છોટા હાથી પાસે ભારત ગેસ કંપનીના ત્રણ અને ઇન્ડેન ગેસ કંપનીના બે સિલિન્ડરો વચ્ચે ખાસ પ્રકારની ધાતુની ભુંગળી ફિટ કરેલી જોવા મળી હતી. પૂછપરછ દરમિયાન શખ્સે સ્વીકાર્યું હતું કે ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરવા માટે ભુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. સ્થળ પરથી એક ડિજિટલ વેઇટિંગ કાંટો પણ મળી આવ્યો હતો, જેના આધારે ગેસનું વજન માપીને કટીંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકને ડિલિવરી આપતા પહેલા ગેસ કાઢી લેવામાં આવતો હતો વધુ તપાસમાં છોટા હાથી વાહનમાંથી ભારત ગેસ કંપનીના 9 અને ઇન્ડેન ગેસ કંપનીના 9 મળી કુલ 18 ગેસ સિલિન્ડરો મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે શખ્સે ગેસ એજન્સીમાંથી સંપૂર્ણ ભરેલા સિલિન્ડરો ગ્રાહકોને ડિલિવરી આપવા માટે લઈ જતો હતો, પરંતુ રસ્તામાં એકાંત સ્થળે ઉભો રહી સિલિન્ડરોમાંથી થોડો-થોડો ગેસ કાઢી ખાલી સિલિન્ડરોમાં ભરી તેનો ગેરકાયદેસર સંગ્રહ કરતો હતો. સ્થળ પરથી ભારત ગેસ કંપનીની 11 અને ઇન્ડેન ગેસ કંપનીની 13 ડિલિવરી સ્લીપ્સ (બીલો) પણ મળી આવી હતી, જેમાં માત્ર એક-એક ડિલિવરીની પહોંચ નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું. એસોજીના દરોડા દરમિયાન ગેસ કટીંગ માટે ઉપયોગમાં લેવાતા ભારત ગેસના ત્રણ અને ઇન્ડેન ગેસના બે મળી કુલ પાંચ સિલિન્ડરો, ધાતુની ભુંગળી, ડિજિટલ વજન કાંટો તેમજ બાટલાના ડિલિવરી કરી હોવાની પહોંચો મળી કુલ રૂ.9,250નો મુદ્દામાલ કબજે કરી રમેશ રવજીભાઈ બારૈયાની ધરપકડ કરી તેની સામે વરતેજ પોલીસ મથકમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી આ ગેરરીતિ કેટલા સમયથી ચાલી રહી હતી, કેટલા ગ્રાહકોને નુકસાન થયું છે તેમજ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.
    Click here to Read More
    Previous Article
    3 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂનો નાશ કરાયો:રાજપીપળા એરોડ્રામ ખાતે 11552 બોટલ પર JCB ફરી વળ્યું, બુટલેગરોએ 6 મહિનામાં ₹29 લાખનો દારૂ ઘૂસાડ્યો હતો
    Next Article
    હિંમતનગરમાં સંકટ ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી:ગણપતિ મંદિરોમાં ભક્તો ઉમટ્યા, કેરીનો વિશેષ શણગાર અને ધરો અર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment