Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂનો નાશ કરાયો:રાજપીપળા એરોડ્રામ ખાતે 11552 બોટલ પર JCB ફરી વળ્યું, બુટલેગરોએ 6 મહિનામાં ₹29 લાખનો દારૂ ઘૂસાડ્યો હતો

    23 hours ago

    નર્મદા પોલીસે રાજપીપળા એરોડ્રામ ખાતે ₹29.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ દારૂ છેલ્લા છ મહિનામાં રાજપીપળા, તિલકવાડા અને આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ 11,552 નાની-મોટી બોટલોનો JCBની મદદથી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 42 અલગ-અલગ ગુનાઓમાં ઝડપાયેલા મુદ્દામાલને લગતી હતી. પ્રાંત અધિકારી પ્રસનજીત કૌર અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.આર. પટેલની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો. નર્મદા જિલ્લો બોર્ડર વિસ્તાર હોવાથી બુટલેગરો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય છે. દારૂના નાશ દરમિયાન રાજપીપળા ટાઉન પી.આઈ. એસ. કે. ગામીત, આમલેથા પી.એસ.આઈ. એન. આર. ગોહિલ અને તિલકવાડા પી.એસ.આઈ. એ. પી. સોલંકી સહિત અન્ય પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં તસ્કરોએ 3 મકાન, 2 પાર્લરના તાળા તોડ્યાં:ઘીમટા નાકા વિસ્તારમાં ચોરી, પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ:બુધેલ-સિદસર રોડ પરથી 5 બાટલા સાથે એક ઝડપાયો, 3 બાટલામાંથી થોડો થોડો ગેસ ચોરી કરી 5 બાટલા બનાવતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment