Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીની નજર સામે જ પતિને ચાકુના ઘા ઝીંકી પતાવી દીધો:વડોદરામાં પત્નીએ કહ્યું- મારા ગિરીશને પાછો લાવી આપો; એકના એક પુત્રના મોતથી માતાનું આક્રંદ

    1 week ago

    વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. વડોદરામાં વધુ એક લોહીયાળ ઘટના સામે આવી છે, જેમાં કલાલી વિસ્તારમાં 30 વર્ષના યુવાનની જૂની અદાવતમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. એક સામાજિક પ્રસંગમાં ગયેલા યુવાન પર પત્નીની નજર સામે જ ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા અટલાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘાતકી હત્યાના કારણે એક હસતો-રમતો પરિવાર ઉજ્જડ થઈ ગયો છે. ગિરીશ પોતાના માતા-પિતાનો એકનો એક લાડકવાયો દીકરો હતો, જેના મોતના સમાચાર સાંભળતા જ વૃદ્ધ માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ, માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પત્નીએ આક્રંદ સાથે કહ્યું હતું કે, મારા ગિરીશને પાછો લાવી આપો. તો યુવકની માતાએ પણ દીકરાના મૃત્યુને પગલે આક્રંદ કર્યું હતું. પત્નીની નજર સામે જ પિતા પર છરીના આડેધડ ઘા ઝીંક્યા વડોદરાના વડસર ગામમાં આવેલા ભાલિયાવાસમાં રહેતા 30 વર્ષીય ગિરીશ ભાલીયા નામનો યુવાન પોતાની પત્ની અને પરિવાર સાથે કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. આ દરમિયાન ત્યાં અગાઉથી જ હાજર ઘાતકી તત્વોએ જૂની અદાવતનો ખાર રાખીને પ્લાન બનાવીને ગિરીશને નિશાન બનાવ્યો હતો. હુમલાખોરોએ કોઈ પણ ડર વગર, પત્નીની નજર સામે જ ગિરીશ પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં યુવાન ત્યાં જ ઢળી પડ્યો હતો અને મોત નીપજ્યું હતું. આરોપીએ મૃતકની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી મૃતક ગિરીશભાઈ ભાલીયાની 24 વર્ષીય પત્ની પૂજાબેને ભાલીયાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તા. 29 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદ જિલ્લાના દહેગામ ખાતે તેમના મામા સસરા સંજયભાઈના લગ્ન પ્રસંગમાં તેઓ તેમના પતિ તેમજ સાસુ-સસરા સાથે હાજર રહ્યા હતાં. તે દરમિયાન દર્શન મારવાડીએ પૂજાનો હાથ પકડી તેમની છેડતી કરી હતી. આ ઘટનાની જાણ તેમણે તરત જ તેમના પતિ, સાસુ-સસરા અને અન્ય સગા સંબંધીઓને કરતા દર્શન મારવાડી ત્યાંથી ભાગી ગયો હતો. ગત રાતે માતાજીના માંડવામાથી પરત ફર્યા બાદ પતાવી દીધો વડોદરા પરત ફર્યા બાદ સમાજના આગેવાનો અને સભ્યોની હાજરીમાં બોલાવવામાં આવેલી પંચાયત દરમિયાન દર્શન મારવાડીએ છેડતી કર્યાની કબૂલાત કરી હતી. આ ઘટનાને કારણે તેને સમાજમાં અપમાનનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ગત રાતે(2 જૂન) સમાજનો માતાજીનો માંડવો કલાલીના ગોકુળનગર પાછળ આવેલા મેદાનમાં યોજાયો હતો. જ્યાં પૂજા, તેમના પતિ ગિરીશભાઈ તથા દિયર મેહુલભાઈ હાજર હતા. રાત્રે આશરે 3.15 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓ ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે ગિરીશભાઈ પાણીની બોટલ લેવા સ્ટોલ પાસે ઊભા હતાં. બે શખશ યુવાન પર ચાકુ લઈને તૂ઼ટી પડ્યા હતાં તે દરમિયાન દર્શન મારવાડી અને કરણ મારવાડી ફોરવ્હિલરમાં ત્યાં પહોંચ્યા હતા. બંને ગાડીમાંથી ઉતરી ગિરીશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દર્શને ગિરીશભાઈના માથા પર મુક્કો મારી તેમજ ચાવી વડે કપાળ પર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ બંનેએ તેમને નીચે પાડી માર માર્યો હતો. દરમિયાન દર્શન મારવાડીએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ગિરીશના પેટની નીચેના ભાગે તેમજ બંને જાંઘ પર ઘા ઝીંક્યા હતાં, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ થઈ ગયા હતાં. મૃતકની પત્નીએ બૂમાબૂમ કરતાં આરોપીઓ રફૂચક્કર થયા મૃતકની પત્ની પૂજાબેને બૂમાબૂમ કરતા તેમના દિયર મેહુલભાઈ વચ્ચે પડ્યા હતા, જેના કારણે બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઘાયલ ગિરીશભાઈને સગાસંબંધીઓની મદદથી અક્ષર ચોક સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાંથી સરકારી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ મળતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ગિરીશભાઈને મૃત જાહેર કર્યા હતા. 'અગાઉ કોઈ બાબતે ઝઘડો કે અદાવત ચાલી રહી હતી' આ ચકચારી હત્યાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ છે. પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, કરણ મારવાડી અને દર્શન મારવાડી નામના શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ગિરીશની હત્યા કરી છે. આ બંને શખ્સો સાથે અગાઉ કોઈ બાબતે ઝઘડો કે અદાવત ચાલી રહી હતી, જેનો બદલો લેવા માટે તેમણે આ ભયાનક પગલું ભર્યું હતું. ઝડપથી કડક કાર્યવાહી કરવા મૃતકના ભાઈની માગ મૃતકના પિતરાઈ મેહુલ ભાલીયાએ જણાવ્યું હતું કે, અમે કલાલી પાસે માતાજીનું મંદિર ખાતે ગયા હતા. હું, મારા ભાભી અને મારો ભાઈ, અમે બધા ત્યાં ગયા હતા. આ સમયે કરણ મારવાડી અને દર્શન મારવાડી ગાડીમાં બેઠેલા હતા. અમે જ્યારે ઘરે જવા માટે નીકળ્યા હતા, ત્યારે તે લોકોએ ગાડીમાંથી ઉતરીને મારા ભાઈને પાછળથી ઢીંક મારી હતી અને પછી દર્શન મારવાડીએ આવીને પાછળથી ચાકુના 4થી 5 ઘા માર્યા હતા. જેથી ઘટનાસ્થળે જ એમનું મોત થઈ ગયું હતું. એમના પરિવારમાં મમ્મી, પપ્પા, મૃતકને પત્ની અને એક દીકરી છે. અમારી પોલીસ પાસે એટલી જ માંગ છે કે, આ બાબતે ઝડપથી કડક કાર્યવાહી કરવામાં આવે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, બંને સામે ગુનો નોંધાયો સામાજિક પ્રસંગમાં જાહેરમાં થયેલી આ હત્યાના પગલે કલાલી વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને પત્નીની ફરિયાદના આધારે હત્યાનો દર્શન મારવાડી અને કરણ મારવાડી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાંચમું પગાર પંચ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો:1 જાન્યુઆરી,2024થી 443 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવાશે, જુલાઈ 2021 થી જાન્યુઆરી 2024 સુધીનું એરિયર્સ ચૂકવાશે
    Next Article
    નજીવી બાબતે હુમલો:હોટલ સંચાલકને હાઈવે પર આંતરી બે શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment