Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નજીવી બાબતે હુમલો:હોટલ સંચાલકને હાઈવે પર આંતરી બે શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

    1 week ago

    સિહોરના રાજપરા વિસ્તારમાં એક વર્ષ જૂની પાર્સલની અદાવતને લઈને હોટલ સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, શખ્સોઓએ હોટલ સંચાલકને રસ્તામાં રોકી લોખંડના પાઈપ વડે પગ પર ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે હોટલ સંચાલકે સિહોર પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, આ બનાવ અંગે સિહોર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી પારસ કુવાડિયા તેઓ આજે સાંજે પોતાની ઈલેક્ટ્રિક મોટરસાયકલ પર રાજપરાથી પોતાની હોટલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાજકોટ-ભાવનગર હાઈવે પર તેમના જ ગામના ચેતન ભોપાભાઈ ડાંગર અને રાજુ ભોપાભાઈ ડાંગરે પોતાની કાર વડે પારસને આંતર્યા હતા, ત્યારબાદ બંને શખ્સોએ કારમાંથી ઉતરી પારસને ગાળો આપી હતી, પારસએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બંને શખ્સોએ લોખંડના પાઇપ વડે તેમના બંને પગ પર ઘા માર્યા હતા. હુમલાખોરોએ પારસને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, ત્યારબાદ પારસ જીવ બચાવવા ત્યાંથી હોટલ તરફ ભાગ્યા હતા અને બાદમાં 112 નંબર પર જાણ કરી હતી, હુમલાનું કારણ લગભગ એક વર્ષ પહેલા ચેતન ભોપાભાઈ ડાંગરે હોટલ પર જમવાનું પાર્સલ મંગાવ્યું હતું, જે પારસ દ્વારા મોકલવામાં આવ્યું ન હતું, આ બાબતે તે સમયે બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેની દાઝ રાખીને આજે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું, અને આ મામલે પારસ એ ચેતન અને રાજુ વિરુદ્ધ સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીની નજર સામે જ પતિને ચાકુના ઘા ઝીંકી પતાવી દીધો:વડોદરામાં પત્નીએ કહ્યું- મારા ગિરીશને પાછો લાવી આપો; એકના એક પુત્રના મોતથી માતાનું આક્રંદ
    Next Article
    Video: Rotten, Worm-Infested Mangoes Found In Juice Factory In Gujarat, Seized By Food Authority

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment