Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચમું પગાર પંચ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો:1 જાન્યુઆરી,2024થી 443 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવાશે, જુલાઈ 2021 થી જાન્યુઆરી 2024 સુધીનું એરિયર્સ ચૂકવાશે

    1 सप्ताह पहले

    ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવનારા બાકી રહેલા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના નાણાં વિભાગે 2 જૂન, 2026ના રોજ આ અંગે ઠરાવ જાહેર કરતાં કર્મચારીઓને વધારેલા દરે મોંઘવારી ભથ્થું ચૂકવવાની મંજૂરી આપી છે. સાથે જ અગાઉના સમયગાળાના બાકી એરિયર્સ પણ તબક્કાવાર ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ જૂન-2026ના પગાર સાથે મળશે સરકારના નિર્ણય મુજબ પાંચમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓને 1 જુલાઈ 2022થી 396 ટકા, 1 જાન્યુઆરી 2023થી 412 ટકા, 1 જુલાઈ 2023થી 427 ટકા અને 1 જાન્યુઆરી 2024થી 443 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. વધારેલા દરનો લાભ કર્મચારીઓને જૂન-2026ના પગાર સાથે મળશે. જુલાઈ 2021 થી જાન્યુઆરી 2024 સુધીના તફાવતની રકમ ચૂકવાશે મહત્વની બાબત એ છે કે, 1 જુલાઈ, 2021થી 1 જાન્યુઆરી 2024 સુધીના સમયગાળામાં મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ કર્મચારીઓને હપ્તાવાર ચૂકવવામાં આવશે. જેના કારણે લાંબા સમયથી વધારાની રાહ જોતા કર્મચારીઓને આર્થિક રીતે મોટી રાહત મળશે. સરકારના નિર્ણયથી હજારો કર્મચારીઓને લાભ આ નિર્ણયનો લાભ માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ સુધી મર્યાદિત નહીં રહે. પંચાયત સેવા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ વધારેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી પાંચમા પગાર પંચ હેઠળના હજારો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાના દરોને મંજૂરી મળતા કર્મચારીઓની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં આગ, 20નાં મોત:અનેક વિદેશીઓ સામેલ; 37 લોકોને બચાવાયા, રેસ્ક્યૂ શરૂ
    Next Article
    પત્નીની નજર સામે જ પતિને ચાકુના ઘા ઝીંકી પતાવી દીધો:વડોદરામાં પત્નીએ કહ્યું- મારા ગિરીશને પાછો લાવી આપો; એકના એક પુત્રના મોતથી માતાનું આક્રંદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment