Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાન સરના કોચિંગ પર હુમલો; ગાર્ડનું માથું ફોડ્યું:ફાયરિંગની વાતથી શિક્ષક ફરી ગયા, કહ્યું- આજે ભણતર નહીં થાય; કોચિંગની બહાર વિદ્યાર્થીઓ એકઠા થયા

    1 day ago

    પટનામાં ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરના કોચિંગ પર થયેલા હુમલા બાદ બુધવારે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોચિંગ પહોંચ્યા, પરંતુ તેમણે ક્લાસ લેવાનો ઇનકાર કર્યો. ખાન સરે વિદ્યાર્થીઓને કહ્યું, "આજે એજ્યુકેશન નહીં થઈ શકે." આ પછી વિદ્યાર્થીઓ "ખાન સર ઝિંદાબાદ" ના નારા લગાવવા લાગ્યા. મંગળવારે રાત્રે ખાન સરના કોચિંગ સંસ્થાન ગ્લોબલ સ્ટડીઝ પર હુમલો થયો હતો. આ હુમલામાં સુરક્ષા ગાર્ડ ઘાયલ થયો, ગાર્ડનું માથું ફોડી દેવામાં આવ્યું છે. માથામાં ઈજા થતાં તેને PMCHમાં દાખલ કરવામાં આવ્યો છે. કોચિંગ સંસ્થાન પર થયેલા હુમલા બાદ ખાન સર ઘટનાસ્થળે પહોંચ્યા અને પહેલા 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ થયાનો દાવો કર્યો હતો. જોકે, બાદમાં તેઓ પોતાના નિવેદનથી ફરી ગયા અને કહ્યું- વાતાવરણ એટલું તણાવપૂર્ણ હતું કે મને કંઈ સમજાયું નહીં. ખાન સરે નોંધાવેલી FIRમાં પણ ગોળીબારનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાથે જ પટના પોલીસે પણ ફાયરિંગની ઘટનાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કોચિંગમાંથી આવેલી કેટલીક તસવીરો જુઓ… DSP એ કહ્યું- ફાયરિંગ થયું નથી, તોડફોડ કરવામાં આવી છે ટાઉન DSP રાજેશ રંજને પણ જણાવ્યું કે, ફાયરિંગ થયું નથી. ફૂટેજમાં આ પ્રકારનું હજુ કંઈ મળ્યું નથી. મારામારી અને તોડફોડ થઈ છે. 10 થી 12 જેટલા આરોપીઓ પગપાળા જ આવ્યા હતા. આ ફૂટેજમાં અન્ય સંસ્થાના ગાર્ડ વગેરે દેખાયા છે. બિહાર પોલીસમાં સિપાહીની 19,838 જગ્યાઓ માટેનું અંતિમ પરિણામ 27 મેના રોજ જાહેર થયું હતું. ખાન સરના સ્ટાફનો દાવો છે કે તેમની સંસ્થામાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ સફળતાની ઉજવણી કરવા માટે 31 મેના રોજ ‘બિહાર પોલીસ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કોચિંગના સ્ટાફે જણાવ્યું કે, પરિસરમાં લાગેલા મોટા-મોટા બેનરો અને ગેટ હરીફ ખાનગી કોચિંગને ખટકી રહ્યા હતા. આ જ અદાવતમાં મંગળવારે રાત્રે જ્યારે સ્ટાફ જવાની તૈયારીમાં હતો, ત્યારે ભીડે હુમલો કર્યો. હુમલા પછીની કેટલીક તસવીરો જુઓ… SSP બોલ્યા- CCTV તપાસી રહ્યા છીએ, કાર્યવાહી કરીશું પટના SSP કાર્તિકેય શર્માએ જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓએ કોચિંગમાં મારામારી કરી છે. પોસ્ટર પણ ફાડ્યા છે. ગાર્ડને ઈજા થઈ છે. CCTV દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જે પણ આ ઘટનામાં સામેલ હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે ખાન સર વિશે જાણો પટનામાં જીએસ રિસર્ચ સેન્ટર ચલાવે છે ખાન સર ખાન સરના યુટ્યુબ ચેનલ પર એક મિલિયન ફોલોઅર્સ છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સરળ ભાષામાં વિષયો સમજાવવા માટે જાણીતા છે. ખાન સરનું આખું નામ ફૈઝલ ખાન છે. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ઉત્તર પ્રદેશના દેવરિયાની એક સ્કૂલમાંથી કર્યો અને ત્યાર પછી ઇલાહાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું. ખાન સરનો દાવો છે કે તેમણે IIM અમદાવાદમાંથી સ્ટ્રેટેજિક મૅનેજમૅન્ટનો પણ અભ્યાસ કર્યો છે. ખાન સર મૂળરૂપે બિહાર બૉર્ડર પર આવેલાં ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી છે. ખાન સર પ્રમાણે તેમના સેન્ટરમાં ક્લાસરૂમ કોર્સમાં રોજ પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. તેઓ વર્ષમાં અંદાજે 40 હજાર બાળકોને ક્લાસરૂમ કોર્સના માધ્યમથી જીએસ એટલે કે સામાન્ય જ્ઞાન ભણાવે છે. આ સિવાય ઑનલાઇન ઍપ્લિકેશન મારફતે વર્ષભરમાં 50 લાખ બાળકો ખાન સર પાસે ભણી રહ્યાં છે. ખાન સરનો દાવો છે કે યુટ્યૂબ પર અંદાજે બે કરોડ લોકો તેમની પાસે ભણી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નૈનીતાલની MBA વિદ્યાર્થિની ઉત્તરકાશીમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ:મદદ માટે સેના પહોંચી; ભાઈ બોલ્યો- મિત્રો દારૂ પીતા હતા એટલે તંબુમાંથી બહાર નીકળી
    Next Article
    શાહ બોલ્યા એના 5માં દિવસે વીણી-વીણીને બાંગ્લાદેશીઓને બહાર કાઢવાનું શરૂ:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 291 શકમંદની અટક કરી, જેમાંથી 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ, હાલ અન્ય 160ની પૂછપરછ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment