Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ:ખોટા શેર બ્રોકર બની લોકો સાથે છેતરપિંડી આચરતા, એકની ધરપકડ, બે ફરાર

    2 weeks ago

    પાટણ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોકુલધામ સોસાયટીમાંથી ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યો સેબીના લાયસન્સ વગર પોતાને શેર બ્રોકર તરીકે ઓળખાવી, શેરબજારમાં રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. પોલીસે દરોડા દરમિયાન એક આરોપીને છ મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે સહઆરોપીઓ ફરાર હોવાથી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં આવેલી ગોકુલધામ સોસાયટીના મકાન નંબર 10માં પંચોને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાં રહેતો મૂળ મહેસાણાના વડનગર તાલુકાના છાબલિયા ગામનો ઠાકોર મહેશજી ચમનજી અન્ય બે સહઆરોપીઓ સાથે મળીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં એપ્લિકેશનનો ઉપયોગ કરીને શેરબજારના ભાવોની વધઘટ પર નજર રાખતા હતા. ત્યારબાદ તેઓ સાદા કીપેડવાળા મોબાઈલ ફોન દ્વારા ગ્રાહકોને ફોન કરીને ખોટા નામ ધારણ કરતા હતા. સેબીના કોઈ અધિકૃત લાયસન્સ વગર તેઓ લોકોને શેરબજારમાં વધુ નાણાં કમાવવાની ટિપ્સ આપતા અને જે ગ્રાહકો આ જાળમાં ફસાઈને પૈસા રોકવા પ્રેરાતા તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતા હતા. LCB પોલીસે ઘટનાસ્થળેથી કુલ 6 મોબાઈલ ફોન (કિંમત રૂ. 61,000), એક ચેકબુક અને એક બેંક પાસબુક સહિતનો જરૂરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પકડાયેલા આરોપી ઠાકોર મહેશજી ચમનજીની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન હાજર ન મળી આવેલા અન્ય બે આરોપીઓ – ચીરાગજી ઠાકોર અને મેહુલજી ઠાકોરને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે. આ તમામ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 318(4), 319(2), 54, 61(2) તથા આઈટી એક્ટની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રતનપરની દર્શન વિદ્યાલયમાં ફાયર સેફટી સેમિનાર યોજાયો:શાળાના સ્ટાફને આગ લાગે ત્યારે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે માટેની તાલીમ અપાઈ
    Next Article
    સુરેન્દ્રનગરના 27 આરોગ્ય કેન્દ્રોને મળ્યું નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ:રાજ્ય સરકારની આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment