Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતનપરની દર્શન વિદ્યાલયમાં ફાયર સેફટી સેમિનાર યોજાયો:શાળાના સ્ટાફને આગ લાગે ત્યારે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે માટેની તાલીમ અપાઈ

    2 weeks ago

    રતનપરની દર્શન વિદ્યાલયમાં મંગળવારના રોજ શાળાના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ માટે ફાયર સેફટી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બને અને સ્ટાફ કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા સજ્જ થાય તે મુખ્ય હેતુ હતો. આ સેમિનારમાં ઉપસ્થિત સ્ટાફને આગની ઘટનાઓ સમયે તાત્કાલિક પગલાં લેવા, આગને કાબૂમાં લેવા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા અંગે વિસ્તૃત અને પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, આગના વિવિધ પ્રકારો અને ફાયર સિલિન્ડરના યોગ્ય ઉપયોગ અંગેનું જીવંત નિદર્શન પણ કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક મહેશભાઈ કાનાણી અને પ્રિન્સીપાલ જયેશભાઈ પીપલીયાએ વ્યવસ્થા સંભાળી હતી. શાળા પરિવારના આ પ્રયાસને વાલીઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    TMCમાંથી હાંકી કાઢવામાં આવેલા 2 ધારાસભ્યો બોલ્યા- અમે અસલી તૃણમૂલ:અમારી સાથે 50 થી વધુ MLA, વિરોધ પક્ષના નેતાનું પદ અને ચૂંટણી ચિહ્ન મળે
    Next Article
    પાટણમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ:ખોટા શેર બ્રોકર બની લોકો સાથે છેતરપિંડી આચરતા, એકની ધરપકડ, બે ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment