Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંઢીયા પુલના લોકાર્પણની તારીખ ટૂંકમાં જાહેર થશે:રાજકોટનાં પદાધિકારીઓ દ્વારા નવા ફોરલેન બ્રીજના લોકાર્પણ માટે સીએમ અને ડેપ્યુટી સીએમને આમંત્રણ આપ્યું

    2 weeks ago

    રાજકોટના જામનગર રોડ પર સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74 કરોડના ખર્ચે નવો ફોરલેન બ્રીજ બનીને તૈયાર થઇ ગયો છે. આ બ્રીજના ઉદઘાટન માટે ગાંધીનગર ગયેલા ભાજપના નવા પદાધિકારીઓએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું છે. મેયર નેહલ શુકલની આગેવાનીમાં ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટે.ચેરમેન પરેશ પીપળીયા, શાસક નેતા હિરેન ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણા સહિતની ટીમે આજે બપોરે મુખ્યપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પણ જોડાયા હતા. મુલાકાત દરમિયાન વિકાસ કામો અને લોકઉપયોગી કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે સરકાર અને મનપા દ્વારા મોટા કાર્યક્રમો પર કરકસરના ભાગરૂપે નિયંત્રણો મુકાયા હોવાથી મુખ્યમંત્રી રૂબરૂ આવે તેવી શક્યતા ઓછી છે. આથી, મોટા સમારોહ વગર સરકાર દ્વારા આ બ્રીજનું ઈ-લોકાર્પણ કરવામાં આવે તેવી સંભાવના છે. જો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમય ન આપી શકે, તો રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ બ્રીજ ખુલ્લો મુકાઈ શકે છે. આગામી 1 થી 2 દિવસમાં ઉદઘાટનની તારીખ જાહેર થવાની આશા છે. મનપા કચેરીએ સ્ટે. કમિટીનાં પાર્કિંગમાં ખાનગી કાર ઘુસી ગઈ રાજકોટ મનપાના પાર્કિંગમાં આજે પદાધિકારીઓની ગેરહાજરી વચ્ચે એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ભાજપની નવી ટીમના પદાધિકારીઓ એક મહત્વની મુલાકાત માટે કાર શેરિંગ કરીને ગાંધીનગર ગયા હતા. આજે મનપાના 5 પદાધિકારીઓ કુલ 3 વાહનોમાં એકસાથે ગાંધીનગર પહોંચ્યા હોવાથી મનપા કચેરી ખાતે પદાધિકારીઓના સરકારી પાર્કિંગના પ્લોટ ખાલી પડ્યા હતા. જેનો લાભ ઉઠાવીને મનપાના સત્તાવાર પાર્કિંગમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે નક્કી કરાયેલી આરક્ષિત જગ્યામાં એક ખાનગી કાર ઘુસી ગઈ હતી અને ત્યાં જ પાર્ક થઈ ગઈ હતી. આ સમયે ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડની નજર પડતાં તેણે તાત્કાલિક કારને રોકી હતી. સિક્યુરિટી ગાર્ડે ડ્રાઈવરને ટોક્યો હતો અને આ પદાધિકારીઓ માટેનું ખાસ સરકારી પાર્કિંગ હોવાનું જણાવી અહીં ગાડી રાખવાની મનાઈ કરી હતી. આમ છતાં, ડ્રાઈવરે સિક્યુરિટી ગાર્ડની ચેતવણીને બિલકુલ ગણકારી ન હતી અને દાદાગીરી કરીને ગાડી ત્યાં જ મૂકી દીધી હતી. જોકે બાદમાં ડ્રાઈવરને નિયમોનું ભાન થતાં અને મામલો વણસે તે પહેલાં જ અંતે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. આખરે ડ્રાઈવરે ચેરમેનની આરક્ષિત જગ્યામાંથી પોતાની ખાનગી ગાડી પાછી ઉતારી લેતા મામલો થાળે પડ્યો હતો. રાજકોટ જિ. પંચાયતમાં સમિતિઓની રચના આગામી સપ્તાહમાં થવાની શક્યતા રાજકોટ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની 11 તાલુકા પંચાયતો સહિત સમગ્ર ગુજરાતમાં પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે જસ્મીન પીપળીયા અને ઉપપ્રમુખ તરીકે સામત બાંભવા સત્તારૂઢ થઈ ચૂક્યા છે. જો કે, કારોબારી ચેરમેનનું નામ અગાઉ જાહેર થઈ ગયું હોવા છતાં, બાંધકામ, શિક્ષણ, આરોગ્ય અને મહિલા બાળ કલ્યાણ જેવી અન્ય અડધો ડઝન સમિતિઓની રચનામાં વિલંબ થતાં સભ્યોમાં ગણગણાટ શરૂ થયો છે. ટોપ-3 પોસ્ટમાં સ્થાન ન મેળવી શકેલા અનેક સિનિયર તેમજ નવા સભ્યો સમિતિઓના ચેરમેન બનવા માટે લોબીંગ કરી રહ્યા છે. જોકે સમગ્ર મામલે ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની કોર્પોરેશન અને પંચાયતોમાં એકસાથે સમિતિઓ રચવા પક્ષની રણનીતિ છે. પ્રદેશ નેતાગીરી તરફથી જરૂરી સૂચના કે માર્ગદર્શન મળ્યા બાદ જ આ પ્રક્રિયા હાથ ધરાશે. પંચાયતમાં સમિતિની રચના માટે સામાન્ય બોર્ડ બોલાવવા 7 દિવસ અગાઉ એજન્ડા બહાર પાડવો અનિવાર્ય હોવાથી, ચાલુ સપ્તાહમાં આ પ્રક્રિયા શક્ય નથી. ત્યારે હવે આગામી સપ્તાહમાં સમિતિઓની રચના થવાની શક્યતા છે. હિંસાથી પીડિત મહિલાઓની મદદ માટે સખી વન સ્ટોપ સેન્ટરની ભૂમિકાના સામાજિક અભ્યાસ પર Ph.D. મૂળ સિદસરના વતની અને હાલ જામજોધપુર ખાતે નિવાસ કરતા જેવીના પ્રવીણભાઈ માણાવદરિયાએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાસલ કરીને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તરફથી સમાજકાર્ય વિષયમાં "ડૉક્ટર ઓફ ફિલોસોફી" (Ph.D.) ની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી છે. આ મહાશોધનિબંધ શાંતિનિકેતન કોલેજના પ્રિન્સિપાલ અને જાણીતા શિક્ષણવિદ ડૉ. મહેશ ડી. ગોગરા સાહેબના કુશળ માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યો હતો.ડૉ. જેવીનાના Ph.D.ના સંશોધનનો વિષય "હિંસાથી પીડિત મહિલાઓની મદદ માટે 'સખી' વન સ્ટોપ સેન્ટરની ભૂમિકાનો એક સામાજિક અભ્યાસ" હતો. મહિલા સુરક્ષા અને સશક્તિકરણના સંદર્ભમાં આ વિષય વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વનો અને સંવેદનશીલ ગણાય છે. સરકાર દ્વારા સંચાલિત 'સખી' વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને પીડિત મહિલાઓને મળતી સહાય અંગેનો આ સામાજિક અભ્યાસ આગામી સમયમાં વહીવટી સ્તરે અને સામાજિક સંસ્થાઓ માટે ખૂબ જ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થશે. રાજકોટ મનપાના બગીચામાં શહેરીજનોને પ્રવેશબંધી, રોડ-પાણીના અભાવે રહીશો પરેશાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર મોટા મૌવા વિસ્તારમાં સરિતા વિહાર પાસે, TP10 32A ખાતે આવેલી ગ્રીન ફીલ્ડ ગાર્ડન સોસાયટીમાં રૂ. 1.80 કરોડના ખર્ચે બગીચો બનાવવામાં આવ્યો છે. જોકે, આ સરકારી બગીચામાં બહારની સોસાયટીના નાગરિકોને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી અને સિક્યોરિટી ગાર્ડ દ્વારા પાણી કે નાસ્તો લઈ જવાની પણ મનાઈ કરાતી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. એટલું જ નહીં એ બગીચામાં નેપાળી ચોકીદારને રહેવા ગેરકાયદે રૂમ બનાવી દેવાયો છે, જે અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ આ બગીચાની નજીક આવેલી આદર્શ અને શ્રી સોસાયટીના 724 ફ્લેટ ધારકો છેલ્લા 4 વર્ષથી વસવાટ કરે છે, પરંતુ આ વિસ્તારમાં હજુ સુધી રોડ રસ્તા કે પાણીની લાઈનની સુવિધા આપવામાં આવી નથી. ચોમાસામાં કાચા રસ્તે ચાલવું મુશ્કેલ બને છે. વોર્ડ નં. 11ના અધિકારી વસાવા છેલ્લા 1 વર્ષથી 1 મહિનામાં કામ થઈ જશે તેવો વાયદો આપે છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિક કોર્પોરેટરો પણ રજૂઆત છતાં મુલાકાત લેતા ન હોવાથી રહીશોમાં ભારે રોષ છે અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર: 108 ટીમે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી:નાળ વીંટળાયેલી હોવા છતાં માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો
    Next Article
    બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 ST બસની ટક્કર, 7ના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મુસાફરો જીવતાં ભૂંજાયા, મૃત્યુ આંક વધી શકે; પલટેલા ટેન્કરના કારણે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment