Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 ST બસની ટક્કર, 7ના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મુસાફરો જીવતાં ભૂંજાયા, મૃત્યુ આંક વધી શકે; પલટેલા ટેન્કરના કારણે અકસ્માત

    2 weeks ago

    સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત ગોઝારા અકસ્માત થયો છે. બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 મુસાફરોના કરુણ મોત થયા હોવાની પ્રાથમિક માહિતી આવી છે. 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 7 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાથી સુરત રિફર કરવામાં આવ્યા છે. રસ્તા પર પલટી મારી ગયેલા એક ટેન્કરને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસ સીએનજી (CNG) સંચાલિત હોવાના કારણે ટક્કર બાદ તુરંત જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેન્કરને બચાવવા જતાં દુર્ઘટના મળતી માહિતી મુજબ, બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવા જતાં પાછળથી આવતી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ અન્ય એક સરકારી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. CNGના કારણે આગ ફાટી નીકળી આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસો પૈકી એક બસ CNG સંચાલિત હોવાથી, ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગે આખી બસને લપેટમાં લઈ લેતા મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. આ સાથે જ બારડોલી ફાયર વિભાગની ટીમ અને બારડોલી ટાઉન પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુસાફરો દાઝ્યા અને ગંભીર ઈજા આ ગંભીર દુર્ઘટનામાં અનેક મુસાફરો દાઝી જવાથી અને ઈજા થવાથી ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતને કારણે ટ્રાફિકજામ હાલમાં ઘટના સ્થળે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. હાઈવે પર અકસ્માતને કારણે સર્જાયેલા ભારે ચક્કાજામને હળવો કરવા પોલીસ ટ્રાફિક નિયમન કરી રહી છે. વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાંઢીયા પુલના લોકાર્પણની તારીખ ટૂંકમાં જાહેર થશે:રાજકોટનાં પદાધિકારીઓ દ્વારા નવા ફોરલેન બ્રીજના લોકાર્પણ માટે સીએમ અને ડેપ્યુટી સીએમને આમંત્રણ આપ્યું
    Next Article
    4 જૂને માંજલપુર રેલવે ઓવરબ્રિજ બોપર-રાત્રિના બંધ:મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે વાહનવ્યવહાર બંધ રહેશે, જાણો વૈકિલ્પક વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment