Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધા સહિત ત્રણ પર હુમલો કરનાર બે ભાઈ ઝડપાયા:તારી દીકરીએ મારી સાથે પ્રેમલગ્ન કર્યાં છે કહી તલવારથી હુમલો કર્યો, ખેડૂતવાસના બંને શખસની ઘોઘારોડ પોલીસે ધરપકડ કરી

    19 hours ago

    ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રિના સમયે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો.આ વિસ્તારમાં રહેતા કાનો વાજા અને ચેતન વાજા નામના બે ભાઈઓ વસંતબેન નામના વૃદ્ધા સાથે ઝઘડો કરી રહ્યા હતા. તેઓ વસંતબેનને તેમની પુત્રી મીના (જે પ્રેમલગ્ન કર્યા બાદ પાંચ વર્ષથી ક્યાંક જતી રહી હતી) તેના વિશે પૂછતા હતા.કાનાએ કહ્યું હતું કે તારી પુત્રી મીનાએ મારી સાથે પ્રેમ લગ્ન કર્યા છે.વસંતબેને આ અંગે અજાણતા દર્શાવતા બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. વસંતબેનને બચવાવવા પડેલી પુત્રી પર હુમલો કર્યો આ દરમિયાન વસંતબેનને બચાવવા વચ્ચે પડેલી તેમની પુત્રી રીનાબેન અને દોહિત્રી હસ્તી પર પણ બંને ભાઈઓએ હુમલો કર્યો હતો.ચેતન નામનો શખ્સ તલવાર લઈને ધસી આવ્યો હતો અને ત્રણેયને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી.આ હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં વસંતબેન અને બાળા હસ્તીને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે રીનાબેન વાઘેલાએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ હુમલો કરનાર બંને ભાઈઓ કેતન ઉર્ફે ચેતન અને વિશાલ ઉર્ફે કાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી DDOએ નારણકા ગામની મુલાકાત લીધી:પંચાયત, શાળા, તળાવ નિરીક્ષણ કરી સ્વચ્છતા સુધારવા સૂચના આપી
    Next Article
    65 કરોડની છેતરપિંડી કેસમાં બ્રિટીશ નાગરીકની રેગ્યુલર જામીન અરજી રદ:19 ભાગીદારો સાથે ચાલુ કરેલી પેઢીમાં કોઈપણ પ્રકારનો ધંધો કર્યા વિના ફરીયાદીના રૂપિયા અંદરો અંદર વહેંચણી કર્યાની સેશન્સ કોર્ટે લીધી નોંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment