Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    65 કરોડની છેતરપિંડી કેસમાં બ્રિટીશ નાગરીકની રેગ્યુલર જામીન અરજી રદ:19 ભાગીદારો સાથે ચાલુ કરેલી પેઢીમાં કોઈપણ પ્રકારનો ધંધો કર્યા વિના ફરીયાદીના રૂપિયા અંદરો અંદર વહેંચણી કર્યાની સેશન્સ કોર્ટે લીધી નોંધ

    19 hours ago

    રાજકોટના ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી.ના માલિક પાસેથી 65 કરોડ રૂપિયા મેળવી ઉભી ખેતીનો નવતર પ્રયોગ શરૂ કરવાના એગ્રીમેન્ટ પ્રમાણે 3 વર્ષ સુધી કોઈ જ કામગીરી ન કરી સમગ્ર રકમ 19 ભાગીદારો વચ્ચે અંદરો અંદર વહેંચાઈ જવાના કેસમાં ભાગીદાર તરીકે જોડાયેલ લંડનના રહેવાસી પ્રતિક વિનોદકુમાર શર્માની જામીન અરજી મુખ્ય સેશન્સ જજ જે.આર.શાહ દ્વારા રદ કરવામાં આવી છે. ફરીયાદીએ રૂ.65 કરોડ જમીન ખરીદી માટે આપ્યા હતા ફરીયાદી કંપનીના માલિક પ્રશાંત પ્રદિપ કાનાબારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, વર્ષ 2021માં તેઓએ ધર્મભકિત વેન્ચર પ્રા.લી.ના માલિક તરીકે મેસર્સ એ.એસ. એગ્રી એન્ડ એકવા એલ.એલ.પી. નામની મહારાષ્ટ્રની કંપની સાથે એક કરાર કરી હળદરની ઉભી ખેતી વિકસાવવાનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. એગ્રીમેન્ટ મુજબ ઉભી ખેતી શરૂ કરવા માટે શરૂઆતમાં જ ફરીયાદીએ રૂ.65 કરોડ જમીન ખરીદી માટે આપ્યા હતા. બે વર્ષ સુધી એ.એસ. એગ્રીના ભાગીદારોએ કોઈ જ પ્રોજેકટ શરૂ કર્યો નહીં અને બે વર્ષના ગાળા દરમ્યાન મહારાષ્ટ્રની આ કંપનીએ 65 કરોડની સમગ્ર રકમ ભાગીદારોએ પોત પોતાના હકક પ્રમાણે સેરવી લીધી હતી. CBIએ 'લુકઆઉટ નોટીસ' જારી કરી દરેક એરપોર્ટને જાણ કરી'તી ફરીયાદીએ આ અંગે ફરીયાદ કરી 19 આરોપીઓના નામ આપ્યા હતા જેમાનુ એક નામ પ્રતિક વિનોદકુમાર શર્મા હતું. વર્ષ 2023માં આ આરોપીએ એ.એસ. એગ્રીમાંથી રાજીનામુ આપી લંડન જતા રહ્યા હતા અને ફરીયાદીના 77 લાખ રૂપિયા મેળવી લીધા હતા ત્યારબાદ આ બ્રિટીશ નાગરીક નાશતા ફરતા હોવાથી તેમની સામે CBIએ 'લુકઆઉટ નોટીસ' જારી કરી દરેક એરપોર્ટને જાણ કરી હતી. તા.15.05.2026ના રોજ તેઓની મુંબઈ એરપોર્ટ પરથી લુકઆઉટ નોટીસના આધારે ધરપકડ કરતા રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશને તેનો કબ્જો મેળવ્યો હતો. આરોપીને જામીન મુકત કરવા રજુઆત કરાઈ બ્રિટીશ નાગરીક તરીકે આરોપી પ્રતિક શર્મા વતી બચાવપક્ષે રજુઆત કરવામાં આવી હતી કે આરોપી વર્ષ 2023થી ભાગીદાર તરીકે છુટા થયેલ છે અને ફરીયાદીની ફરીયાદ વર્ષ 2025માં રજુ થયેલ છે. એ.એસ. એગ્રી નામની ભાગીદારી પેઢીમાં 19 ભાગીદારોના નામ અપાયેલ છે તેથી હાલના અરજદાર આરોપીનો રોલ ઘણો જ મામુલી છે. તેથી અરજદાર આરોપીને જામીન મુકત કરવા જોઈએ. આરોપી પ્રતિક શર્મા વિના કારણે ભાગીદારી પેઢીમાંથી છૂટા થયેલ છે જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે વર્ષ 2021માં ફરીયાદીએ આરોપીઓ સાથે જે કરાર કરી 65 કરોડ મેળવ્યા હતા તે કરારના આધારે આરોપીઓએ કોઈ જમીન ખરીદેલી નથી તથા નામ પુરતુ ખેતીકામ પણ શરૂ કરેલ નથી. આથી સ્પષ્ટ થાય છે કે, કરાર કરવાનો ઉદેશ ફરીયાદીની માતબાર રકમ પચાવી પાડવાનો હતો. મૃતપાય અવસ્થામાં રહેલી એ.એસ. એગ્રીની ભાગીદારી પેઢીમાં કોઈ વ્યકિત ભાગીદાર તરીકે છુટા થાય કે કોઈ નવી વ્યકિત ભાગીદાર તરીકે જોડાઈ તે પાછળને એકમાત્ર ઉદેશ બચાવ ઉભો કરવાનો છે. આવા જ કારણસર હાલના બ્રિટીશ આરોપી પ્રતિક શર્મા વિના કારણે ભાગીદારી પેઢીમાંથી છૂટા થયેલ છે. પ્રતિક વિનોદકુમાર શર્માની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે આ ઉપરાંત જે દસ્તાવેજથી તેઓ ભાગીદારી પેઢીમાંથી છૂટા થયેલ તે દસ્તાવેજમાં છુટા થતા કોઈપણ ભાગીદારે એ.એસ. એગ્રીની મૃતપાય પેઢી પ્રત્યે પોતાની જવાબદારીનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. આ વર્તણુક સ્પષ્ટપણે સંકેત કરે છે કે, ફરીયાદી પાસેથી માતબાર રકમ મેળવી દરેક ભાગીદાર પોતાની રીતે નાશી ભાગી ગયા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ આવા જ પ્રકારના કરાર કરી એ.એસ. એગ્રી ભાગીદારી પેઢીએ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી અનેક લોકોના નાણા ડુબાડેલ છે. સરકાર તરફેની આ રજુઆતોના અંતે પ્રિન્સીપાલ સેશન્સ જજ જે. આર. શાહ દ્વારા આરોપી પ્રતિક વિનોદકુમાર શર્માની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધા સહિત ત્રણ પર હુમલો કરનાર બે ભાઈ ઝડપાયા:તારી દીકરીએ મારી સાથે પ્રેમલગ્ન કર્યાં છે કહી તલવારથી હુમલો કર્યો, ખેડૂતવાસના બંને શખસની ઘોઘારોડ પોલીસે ધરપકડ કરી
    Next Article
    Opinion: Opinion | Why Pete Hegseth's Unusual 'Shangri-La' Speech Should Worry India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment