Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચનો શ્રવણ ચોકડી માર્ગ બિસ્માર:મંદગતિની કામગીરીથી કાદવ-કીચડ, નેતાઓ સામે જનઆક્રોશ

    2 weeks ago

    ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો મુખ્ય માર્ગ ગટર લાઇન અને રોડની કામગીરીની મંદગતિને કારણે અત્યંત બિસ્માર બન્યો છે. સામાન્ય વરસાદમાં જ આ માર્ગ કાદવ-કીચડથી ભરાઈ ગયો છે, જેનાથી સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. આ માર્ગ ભરૂચ શહેરના નંદેલાવ અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલો છે, જ્યાં અનેક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ અને શોપિંગ સેન્ટરો આવેલા છે. આ વિસ્તારમાં ગટર લાઇન અને માર્ગ સહિતની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું છે. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી સમસ્યા વકરી છે. સ્થાનિક રહીશ પરીક્ષિત મિસ્ત્રીના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢથી બે વર્ષથી આ રસ્તાની મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી. રસ્તા અને પાણીની લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ, પરંતુ છેલ્લા બે મહિનાથી વહીવટી તંત્રની બેદરકારી અને મંદગતિને કારણે કામ અધૂરું લટકી રહ્યું છે. તાજેતરમાં પડેલા સામાન્ય વરસાદથી રસ્તા પર પુરાણ કરેલી માટી ધોવાઈ ગઈ છે, જેના કારણે કાદવ અને લપસણા રોડ પર દરરોજ અનેક વાહનચાલકો, ખાસ કરીને મહિલાઓ અને ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈને પડી રહ્યા છે. પ્રતિબંધ હોવા છતાં બિલ્ડરોની ભારે ગાડીઓ પણ આ માર્ગ પરથી પસાર થઈ રહી છે, જે રસ્તાની હાલત વધુ બિસ્માર બનાવી રહી છે. તંત્રની આ લાપરવાહીથી સ્થાનિકોમાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉગ્ર લોકરોષની માહિતી મળતા જ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ત્યાં એકઠા થયેલા નાગરિકોએ ચૂંટાયેલા સભ્યોને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર મુલાકાત લઈને જતા રહે છે પરંતુ નક્કર કામગીરી થતી નથી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તેઓ સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છે. જો વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાઓ દ્વારા આ માર્ગનું કામ તાકીદે પૂરું કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં 'રસ્તા રોકો આંદોલન' કરવામાં આવશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    મથુરામાં વિદ્યાર્થિની પર રેપ, IIT પાસ સાધુની ધરપકડ:દૂધમાં નશીલો પદાર્થ ભેળવીને કહેતો ભગવાનનો પ્રસાદ છે, ના પાડીશ તો પાપ લાગશે; ઓનલાઈન પ્રવચન આપીને ઝાળમાં ફસાવતો
    Next Article
    જામનગરમાં અનધિકૃત નોન-વેજની દુકાનો સીલ:મનપાના ફૂડ-એસ્ટેટ વિભાગની કાર્યવાહી, ગેરકાયદેસર દબાણ હટાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment