Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પની ઈરાનને ધમકી- કરાર કરો નહીંતર બરબાદ કરી દઈશું; સુસાઈડ રોકવા IIT હોસ્ટેલમાંથી હટશે સિલિંગ ફેન; હારતા-હારતા બચી ટીમ ઈન્ડિયા

    7 hours ago

    નમસ્તે, કાલના મોટા સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પને લઈને છે, તેમણે ફરીથી ઈરાનને બરબાદ કરવાની ધમકી આપી. બીજા સમાચાર ટીમ ઈન્ડિયાના જાપાનથી હારતા-હારતા બચવાના છે. અમે તમને એ પણ જણાવીશું કે IIT હોસ્ટેલમાં સુસાઈડ રોકવાના શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેન્દ્રીય મંત્રીમંડળની બે દિવસીય ચિંતન શિબિર PMOમાં શરૂ થશે. 2. UNGAમાં જનરલ ડિબેટનો બીજો દિવસ. ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પઝેશકિયાનનું ભાષણ થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પની ઈરાનને ધમકી- સમજૂતી કરો, નહીં તો તબાહ કરી નાખીશું:7 મહિનામાં 10થી વધુ ધમકીઓ આપી, દરેક વખતે પલટી ગયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ કર્યું. તેમણે ઈરાનને ખતમ કરવાની સીધી ધમકી આપી. ટ્રમ્પે કહ્યું- મારી સામે એક મોટો નિર્ણય છે. અમેરિકા પાસે બે રસ્તા છે- ઈરાન સાથે સમજૂતી કરવી અથવા તેને ખતમ કરી દેવું. ઈરાન સાથે યુદ્ધ શરૂ કરનાર ટ્રમ્પે કહ્યું કે તેમણે શાંતિ સ્થાપિત કરી છે. ઈરાન સાથેની લડાઈ લગભગ પૂરી થઈ ગઈ છે. તેમનો હેતુ ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાથી રોકવાનો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને ઈરાન પર આર્થિક દબાણ વધારવામાં સાથ આપવા કહ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બિહારમાં છોકરીની છેડતી કરનારનું એન્કાઉન્ટર:જમુઈમાં ભાગતી વખતે પોલીસે પગમાં ગોળી મારી; અત્યાર સુધી 6ની ધરપકડ બિહારના જમુઈમાં વિદ્યાર્થિની સાથે દુર્વ્યવહાર કરનાર મુખ્ય આરોપી નંદન યાદવનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી એ જ મડવા પહાડીની આસપાસ છુપાયેલો હતો, જ્યાં બંને વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા. પોલીસે ઘેરાબંધી કરીને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ભાગવાનો પ્રયાસ કરતાં અથડામણ થઈ હતી. પોલીસે નંદનના ડાબા પગમાં ગોળી મારી છે. તેને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયોમાં લાલ ગમછો પહેરેલો દેખાતો યુવક જ નંદન યાદવ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ત્રણની ઉંમર 35થી 40 વર્ષની છે, જ્યારે ત્રણ સગીર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. T20 મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું:2 રનથી હરાવ્યું: શ્રેયસ અય્યરે 16 રન બનાવ્યા, વોશિંગ્ટન સુંદરને 2 વિકેટ ભારતે ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ T20 મેચમાં જાપાનને 2 રનથી હરાવ્યું છે. મંગળવારે જાપાની ટીમને છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી, પણ જાપાની બેટર્સ 6 રન જ બનાવી શક્યા. સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વરસાદના કારણે મેચ અઢી કલાક મોડી શરૂ થઈ. તેથી ઓવરોમાં ઘટાડો કર્યો. 5-5 ઓવરના આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 32 રન બનાવ્યા. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 16 રન બનાવ્યા. ઓપનર અભિષેક શર્મા ઝીરો, સંજુ સેમસન 9 રન અને ઈશાન કિશન 3 રન પર આઉટ થયો. આ મુકાબલાનું આયોજન બંને દેશોના ડિપ્લોમેટિક રિલેશનના 75 વર્ષ પૂરા થવાના અવસર પર કરવામાં આવ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પાકિસ્તાનમાં PTIના મંત્રીને ગાડીમાંથી ઘસડીને ઉઠાવી ગયા:AK-47 સાથે આવેલા નકાબધારીઓએ ધોળા દિવસે મંત્રીને કિડનેપ કર્યા, અન્ય નેતા પર અંધાધૂંધ ફાયરિંગ પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વામાં PTIના પ્રાંતીય મંત્રી ફઝલ શકૂર ખાનનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું. બીજી તરફ, મલકંદમાં પાર્ટીના એક અન્ય મંત્રી શકીલ અહમદ પર ગોળીબાર થયો. આ બંને ઘટનાઓ એવા સમયે બની છે, જ્યારે ઇમરાન ખાનની પાર્ટી PTI તેમની મુક્તિની માંગને લઈને 27 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં માર્ચ કાઢવાની તૈયારી કરી રહી છે. PTIનો આરોપ છે કે સરકાર તેના નેતાઓ અને કાર્યકરો સામે કાર્યવાહી કરીને માર્ચને રોકવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીએ કહ્યું છે કે આ ઘટનાઓ છતાં માર્ચ રોકવામાં આવશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડમાં કાર્તિક-યામી બેસ્ટ એક્ટર:KGF એક્ટર અનંત નાગને દાદાસાહેબ ફાળકે એનાયત, 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ નર્મદાના કેવડિયા-એક્તાનગરમાં આજે 23 સપ્ટેમ્બરના 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ યોજાયો હતો, જેમાં કાર્તિક આર્યનને 'ચંદુ ચેમ્પિયન' અને મમૂટીને 'બ્રહ્મયુગ' ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ 'આર્ટિકલ 370' માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ અપાયો હતો. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ આપ્યો હતો. આ ઉપરાંત 'શ્રીકાંત'ને બેસ્ટ હિન્દી ફિલ્મ અને 'આર્ટિકલ 370'ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ આપ્યો હતો. તમિલ સ્ટાર ધનુષને બે કેટેગરીમાં નેશનલ એવોર્ડ અપાયો હતો. સાઉથના એક્ટર અનંત નાગને વર્ષ 2024માં ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગીર સોમનાથ- ભાવનગર- અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ:ઉનામાં જળબંબાકાર, દુકાન બહારથી સામાન તણાયો; સુરત સહિત પાંચ જિલ્લામાં યલો એલર્ટ 22 સપ્ટેમ્બરે બપોર બાદ મેઘરાજાએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની બેટિંગ કરી હતી. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ઉનામાં તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા જળબંબાકાર છે. રસ્તા પર વાહનો ડૂબ્યા છે તો રસ્તા પર પાણી વહેતા થતા દુકાનની બહારથી સામાન પણ તણાવા લાગ્યો હતો. તો આ તરફ અમરેલીના રાજુલામાં પણ પવન સાથે વરસાદ શરૂ થયો છે. જ્યારે ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતા 7 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજસ્થાનના વધુ કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે ગુજરાતમાં પણ ચોમાસાની વિદાય માટેની પ્રક્રિયા શરૂ થવાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કોલેજ જતી વિદ્યાર્થિની પર ક્રેન ચઢાવી દીધી, CCTV:અમદાવાદમાં સિલ્વર ઓક કોલેજથી 200 મીટર દૂર અકસ્માતમાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત અમદાવાદના ગોતામાં સિલ્વર ઓક કોલેજ પાસે યુવતી પર ક્રેન ચઢાવી ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે યુવતીનું સ્થળ પર જ મોત થયું હતું. પ્રેરણા નિનામા નામની 19 વર્ષની યુવતી સિલ્વર ઓક કોલેજમાં બીએસસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. બનાવને પગલે આસપાસના લોકો ભેગા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ડ્રાઇવરની અટકાયક કરી લીધી છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. યુવતી ચાલતા ચાલતા એસ.જી હાઈવે તરફથી સિલ્વર ઓક તરફ જઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી ક્રેને યુવતીને ટક્કર મારી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાજ્યસભાની 12 બેઠકો પર 16 ઓક્ટોબરે મતદાન:બંગાળ-ઉત્તરાખંડમાં એક-એક અને UPની 10 બેઠકો સામેલ; NDA, સપાને 1 બેઠકનો ફાયદો (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : ઉત્તર કોરિયાએ હાઇપરસોનિક મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું:600 કિમી સુધી ગઈ 2 મિસાઈલો; કિમ જોંગે કહ્યું- દુશ્મનોના માથાનો દુખાવો વધશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : સુપ્રીમ કોર્ટે કહ્યું-ધાર્મિક કારણોસર વંદે માતરમ ન ગાવું ગુનો નથી:અરજદારે કહ્યું- તેમાં હિન્દુ દેવતાઓનો ઉલ્લેખ; કાયદા અંગે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : હૂથીઓ સામે સાઉદીની મદદ કરશે બ્રિટન:હવામાં ફાઈટર પ્લેનમાં ઈંધણ ભરશે; યુદ્ધથી યમનમાં 1.2 લાખ લોકો ઘરવિહોણા થયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : બેંકોમાં 28થી 30 સપ્ટેમ્બર સુધી 3 દિવસની હડતાળ:5-ડે વર્કિંગ લાગુ ન થવા પર યુનિયનોનો નિર્ણય; શનિવાર-રવિવાર સહિત 5 દિવસ સેવાઓ પ્રભાવિત રહેશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : ચેસ ઓલિમ્પિયાડ: ઉઝબેકિસ્તાન સામે ભારતનો પરાજય:સાતમા સ્થાન પર સરકી ગયું; મહિલા ટીમ ત્રીજા નંબરે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે જલઝૂલણી એકાદશી પર વજ્ર-મૂશળ યોગ:ગણેશજી, મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજાનું મહત્ત્વ, મંગળ દોષ નિવારણ માટે કરો આ ઉપાયો (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ચોરે પૂછ્યું- આઈફોન નવા મોડલનો છે કે શું; હા સાંભળતાં જ છીનવીને ભાગ્યા યુપીના ગ્રેટર નોઈડામાં બાઈક સવાર બે બદમાશોએ એક છોકરીને તેના મોબાઈલનું મોડલ પૂછ્યું. જ્યારે તેણે આઈફોન 18 પ્રો બતાવ્યો તો બદમાશ તેના હાથમાંથી ફોન છીનવીને બાઈકથી ભાગી ગયા. છોકરીએ આ ફોન ત્રણ દિવસ પહેલાં ખરીદ્યો હતો. પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાતીઓ માટે ઓસ્ટ્રેલિયા જવું અઘરું બન્યું?:ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર, હવે સ્ટુડન્ટ વિઝામાં સ્પાઉસને નો-એન્ટ્રી! કોને થશે ફાયદો ને કોને નુકસાન? 2. પારકી પંચાત: MLA મેડમે 20 લાખનો તોડ કર્યો!:લો બોલો, કલેક્ટર મિટિંગ કરે અને કર્મચારીઓ મોબાઈલ મચડે; મંત્રી પ્લાસ્ટીકનો ગ્લાસ ઉઠાવી શું બોલ્યા? 3. Editor's View : 'રશિયા ત્રીજું વિશ્વયુદ્ધ નોતરશે':દુનિયાના 29 દેશોમાં રક્તપાત, બે અબજથી વધુ લોકો માથે લટકતી તલવાર, UNમાં અમેરિકા અને ઇરાનનો મોરેમોરો 4. 'મને માનતાથી નોકરી મળી ગઈ', VIDEO:'છોકરીના માથાની ગાંઠનું ઓપરેશન સફળ થઈ ગયું', ભાદરવી પૂનમના મેળે પગપાળા જતા ભક્તોએ શું શું કહ્યું? 5. આજનું એક્સપ્લેનર:IITમાં 5 વર્ષમાં 65 આત્મહત્યા; ઓછા પ્લેસમેન્ટ, જાતિગત ભેદભાવ કે કંઈક બીજું, IITsમાં આખરે ચાલી શું રહ્યું છે 6. મા-બાપની ઝોળી મીઠાઈથી ભરાઈ ને ખોળો ખાલી થઈ ગયો:કાર આવી, ₹10 આપ્યા ને 4 વર્ષીય વેદ ગુમ, રાજસ્થાનથી ગુજરાત આવેલા પરિવાર પર આભ ફાટ્યું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ:સિંહ રાશિના કૌટુંબિક વિવાદો ઉકેલાશે, કુંભ રાશિને ચારે બાજુથી સફળતા મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Gemini Tarot Card Rashifal: पुरानी परेशानियों से मिल सकती है राहत, पारिवारिक विवाद फिर बढ़ा सकते हैं चिंता
    Next Article
    Two Cops Found Dead Inside Car In Jammu And Kashmir

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment