Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન સામાન્ય કરતાં 4-5° નીચું:અમરેલી 11.4 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર, માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ

    6 hours ago

    ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાના કારણે છેલ્લા બે દિવસથી શિયાળાની ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સુધી નીચું ગગડ્યું છે. સમગ્ર રાજ્યમાં અમરેલી 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્યાં પારો સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચો રહ્યો છે. ત્યારબાદ કચ્છના નલિયામાં 11.8 ડિગ્રી (સામાન્ય કરતાં 3.6 ડિગ્રી નીચું) અને પાટનગર ગાંધીનગરમાં 12 ડિગ્રી (સામાન્ય કરતાં 4.3 ડિગ્રી નીચું) તાપમાન નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. રાજકોટમાં 13.2 ડિગ્રી (સામાન્ય કરતાં 4.7 ડિગ્રી નીચું), વડોદરામાં 13.4 ડિગ્રી (સામાન્ય કરતાં 4.3 ડિગ્રી નીચું) અને પોરબંદરમાં 14 ડિગ્રી (સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચું) લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 16 ડિગ્રી (સામાન્ય કરતાં 0.7 ડિગ્રી નીચું) અને સુરતમાં 16.6 ડિગ્રી (સામાન્ય કરતાં 2.9 ડિગ્રી નીચું) લઘુત્તમ તાપમાન રહેતા શહેરીજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતના પાસેના પ્રવાશન સ્થળ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે લઘુત્તમ તાપમાન હિમબિંદુ એટલે કે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. આ કારણે આજે ઠંડીમાં વધારો થયો છે. ઠંડી હવાના કારણે સવાર-સાંજ ઠંડીમાં વધારો થયો છે. લોકો હવે ઘરની બહાર ગરમ કપડાં પહેરીને નીકળવા લાગ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી આકાશ સ્વચ્છ રહેવા અને આવી જ ઠંડી રહેવાની આગાહી કરી છે. રાજ્યભરમાં વર્ષ 2030 સુધી શિયાળાનું લઘુતમ તાપમાન 1થી 2 ડિગ્રી સુધી વધશે રાજ્યમાં શિયાળાની સિઝન દરમિયાન ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રી રહે છે. સરકારના ક્લાઇમેટ ટ્રેકર ડેટા મુજબ, 2030 સુધીમાં આ સરેરાશ લઘુતમ તાપમાન 1થી 2 ડિગ્રી વધવાનુ અનુમાન છે અને ઠંડીના દિવસો પણ ઘટવાનું અનુમાન કરાયું છે. આ અસર 21મી સદીના અંત સુધીમાં શિયાળાનું સરેરાશ લઘુતમ તાપમાન 20 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન કરાયું છે. ઉત્તર દિશાના નીચા સ્તરના ફૂંકાયેલા ઠંડા પવનોથી ઠંડી વધીઃ એ.ટી.દેસાઈ, હવામાન અધિકારી -------------------- આ પણ વાંચો…. રાજસ્થાનમાં તીવ્ર ઠંડી, માઉન્ટ આબુમાં તાપમાન ગગડ્યું, 10થી વધુ શહેરોમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રીથી નીચે
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદીએ IIT ખડગપુરના વિદ્યાર્થીઓ સાથે વાત કરી:સંસ્થાના પ્લેટિનમ જુબિલી સમારોહમાં ભાગ લેશે, સિક્કો પણ બહાર પાડશે
    Next Article
    Hafta letters: Naming the NL cat, US midterms, and the upcoming Punjab elections

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment