Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં અનધિકૃત નોન-વેજની દુકાનો સીલ:મનપાના ફૂડ-એસ્ટેટ વિભાગની કાર્યવાહી, ગેરકાયદેસર દબાણ હટાવાયું

    2 weeks ago

    જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ધમધમતી અનધિકૃત નોન-વેજની દુકાનો સામે મનપાએ કડક પગલાં લીધા છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડીને આવી અનેક દુકાનોને સીલ કરી દીધી હતી. આ કાર્યવાહી ખાસ કરીને રસ્તાની આસપાસ અને જાહેર જગ્યાઓ પર નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવતી નોન-વેજની દુકાનોને લક્ષ્ય બનાવીને હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગે કાર્યવાહી દરમિયાન એવી દુકાનોને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી હતી, જેમણે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ફૂટપાથ કે જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હતું. તપાસ દરમિયાન તંત્ર સામે ચોંકાવનારી વિગતો પણ પ્રકાશમાં આવી છે. લાયસન્સ વગરનો વેપાર કરતા એકમો પર દરોડા દરમિયાન માલૂમ પડ્યું હતું કે, સીલ કરાયેલી ઘણી દુકાનો પાસે ફૂડ લાયસન્સ (FSSAI) અથવા મહાનગરપાલિકાનું વેપાર લાયસન્સ પણ ન હતું. ફૂડ શાખાની તપાસમાં મોટાભાગની દુકાનોમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો, જે જાહેર આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતો. આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા સ્થળ પર જ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, “શહેરના કોઈપણ વિસ્તારમાં નિયમ ભંગ કરીને ચલાવવામાં આવતી આવી દુકાનો કે એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ અને સીલિંગની ઝુંબેશ સતત ચાલુ રહેશે.”
    Click here to Read More
    Previous Article
    ભરૂચનો શ્રવણ ચોકડી માર્ગ બિસ્માર:મંદગતિની કામગીરીથી કાદવ-કીચડ, નેતાઓ સામે જનઆક્રોશ
    Next Article
    મોરબીની ઝીંકલ કંઝારીયાએ રાષ્ટ્રીય સ્પર્ધામાં બીજું સ્થાન મેળવ્યું:નેશનલ આર્ટ્સ ટેલેન્ટ સર્ચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મોરબીનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment