Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિત્રએ આશરો આપ્યો, તેની પત્ની પર દુષ્કર્મ:વાપીમાં આરોપી ઝડપાયો, ડુંગરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

    10 hours ago

    વાપીના ડુંગરા વિસ્તારમાં એક શ્રમિક દંપતીએ રહેવા માટે આશરો આપેલા મિત્રએ જ તેમની પત્ની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ બાદ ડુંગરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર ડુંગરામાં એક શ્રમિક દંપતી રહે છે. શ્રમિક પતિની કંપનીમાં જ રાકેશ બદ્રીપ્રસાદ ગૌતમ નામનો એક અન્ય શ્રમિક કામ કરતો હતો. રાકેશને રહેવા માટે રૂમ ન મળતા, દંપતીએ બે દિવસ પહેલા તેને પોતાના રૂમમાં આશ્રય આપ્યો હતો. રવિવારે સાંજે શ્રમિક પતિ ઘરનો સામાન અને શાકભાજી ખરીદવા નજીકના માર્કેટમાં ગયો હતો. તે સમયે ઘરમાં પત્ની એકલી હતી. આ તકનો લાભ ઉઠાવીને આરોપી રાકેશ ગૌતમે મિત્રની પત્ની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી મહિલા ગભરાઈ ગઈ હતી, પરંતુ તેણે હિંમત રાખી. આરોપીની ચુંગાલમાંથી મુક્ત થઈને પીડિત મહિલા તાત્કાલિક રૂમની બહાર દોડી આવી અને પાડોશીઓને એકત્રિત કર્યા. મહિલાએ તરત જ તેના પતિને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પત્ની સાથે બનેલી ઘટના સાંભળીને પતિ તાત્કાલિક રૂમ પર પહોંચ્યો હતો. ગુસ્સે ભરાયેલા પતિ અને આજુબાજુના લોકોએ રાકેશ ગૌતમને પકડી પાડ્યો હતો. ડુંગરા પોલીસે ઘટનાની જાણ થતા જ ગણતરીની મિનિટોમાં આરોપી રાકેશ બદ્રીપ્રસાદ ગૌતમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ધોળા દિવસે યુવકની હત્યા:ગુલબર્ગ સોસાયટી બહાર જ ઢીમ ઢાળી દીધું, લોહીનો રેલો ચાલ્યો, બહેન સહિતનાનું આક્રંદ
    Next Article
    ત્રણ શખસ યુવક પર તૂટી પડ્યા:પોલીસને બામતી કેમ આપી છે કહી ઢીકા-પાટુ,પથ્થર અને પટ્ટાથી માર માર્યો, માંજલપુરનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment