Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ શખસ યુવક પર તૂટી પડ્યા:પોલીસને બામતી કેમ આપી છે કહી ઢીકા-પાટુ,પથ્થર અને પટ્ટાથી માર માર્યો, માંજલપુરનો બનાવ

    11 hours ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મારુતિધામ સોસાયટી પાસે જૂની અદાવત તેમજ પોલીસને બાતમી આપવાની શંકા રાખીને એક યુવક પર ત્રણ ઈસમો દ્વારા પથ્થર અને પટ્ટા વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મિત્ર સાથે ઉભેલા યુવક પર જીવલેણ હુમલો આ બનાવમાં શહેરના માંજલપુર વિસ્તારમાં જ્યુપિટર ચોકડી પાસે આવેલી મારુતિધામ સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા 40 વર્ષીય નિપુલ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં ત્રણ યુવકો તેઓની ઉપર અંગત અદાવત રાખી તૂટી પડે છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેઓ તેઓના મિત્ર સાથે સોસાયટી નજીક નીલકંઠ જ્વેલર્સ પાસે તેમના મિત્ર સાથે ઊભા હતા. પોલીસને બાતમીની શંકા કરી માર માર્યો તે દરમિયાન ત્યાં રહેતા ઉમેશ પાટીલ, કમલેશ પાટીલ અને રુપેષ ઉર્ફે રાહુલ શૈલેષભાઈ પાટીલ નામના ત્રણ ઈસમો ત્યાં આવ્યા હતા.કમલેશ પાટીલે નિપુલભાઈને કહ્યું કે, તું મારા વિશે ખોટી અફવાઓ કેમ ફેલાવે છે કે, હું જુગાર રમાડું છું અને તેં આ અંગે પોલીસને બાતમી કેમ આપી છે?તેમ કહી ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.દરમ્યાન નિપુલભાઈએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય આરોપીઓ એકદમ ગુસ્સામાં આવી ગયા હતા અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. પથ્થરથી માર મારતા યુવક લોહીલુહાણ થઈ ગયો આ દરમિયાન ઉમેશ પાટીલે રસ્તા પરથી પથ્થર ઉપાડી નિપુલભાઈના માથા અને કપાળના ભાગે માર્યો હતો, જેના કારણે લોહીલુહાણ ઈજા થઈ હતી. જ્યારે તેના પિતા કમલેશ પાટીલે હાથમાં પટ્ટો વીંટાળીને શરીરના ભાગે આડેધડ ફટકાર્યો હતો,જેના કારણે નિપુલભાઈની ડાબી આંખમાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. ત્રણેય ફરાર આરોપીઓની શોધખોળ હુમલો કર્યા બાદ આરોપી ઉમેશ પાટીલ જતાં-જતાં નિપુલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.આ હુમલામાં ગંભીર ઈજાઓ થતાં ભોગ બનનારને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે માંજલપુર પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મિત્રએ આશરો આપ્યો, તેની પત્ની પર દુષ્કર્મ:વાપીમાં આરોપી ઝડપાયો, ડુંગરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી
    Next Article
    Harsh Sanghvi news | સાયબર ગુનાઓ રોકવા માટે "ઓપરેશન મ્યુલ હંટ 2.0" શરૂ કરવાનો હર્ષ સંઘવીનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment