Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ધોળા દિવસે યુવકની હત્યા:ગુલબર્ગ સોસાયટી બહાર જ ઢીમ ઢાળી દીધું, લોહીનો રેલો ચાલ્યો, બહેન સહિતનાનું આક્રંદ

    10 hours ago

    અમદાવાદ શહેરમાં ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક હચમચાવી દેતી લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીની બહાર જાહેર રસ્તા પર એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી. આ સનસનીખેજ હત્યાકાંડ સામાન્ય નાગરિકોની નજર સામે ખેલાતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે આસપાસના રહીશોના ટોળેટોળાં રોડ પર એકત્રિત થઈ જતાં પોલીસ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. જાહેર રોડ ઉપર જ ભાઈની હત્યા કરી દેવામાં આવતા બહેન દ્વારા ભારે આક્રંદ કરવામાં આવ્યું હતું. ભારે રોષ અને રોકકળ સાથે પરિજનોએ ન્યાયની માગ કરી છે. ઉગ્ર બોલાચાલી બાદ છરી લઈને મારવા દોડ્યા: આખો ઘટનાક્રમ સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મૃતક યુવકની ઓળખ હરેશભાઈ પટણી તરીકે થઈ છે, જે મેઘાણીનગર વિસ્તારમાં જ આવેલા લક્ષ્મીનગરનો રહેવાસી હતો. આજે (2 જૂન) સવારે આશરે 11:00 વાગ્યાની આસપાસ હરેશ પોતાના ઘરની બહાર નીકળીને રિક્ષામાં બેસી ગુલબર્ગ સોસાયટી પાસે સમય પસાર કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને હરેશ સાથે કોઈ બાબતે બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં આ બોલાચાલીએ અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સામે આવેલા શખ્સો અચાનક જ છરીઓ કાઢીને હરેશને મારવા માટે પાછળ દોડ્યા હતા અને જાહેર રોડ ઉપર જ તેના પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા માટે હરેશ દોડ્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓના કારણે તે અસારવા ગુજરાતી સ્કૂલ નજીક ગુલબર્ગ સોસાયટીની બહાર મુખ્ય માર્ગ પર જ ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે, આરોપીઓની શોધખોળ શરૂ જાહેર માર્ગ પર ધોળા દિવસે આ પ્રકારે બેખોફ બનીને હત્યાની ઘટનાને અંજામ અપાતા સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ લોહિયાળ ખેલ અંગે કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરાતા જ મેઘાણીનગર પોલીસ મથકનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રોડ પર જમા થયેલા ઉશ્કેરાયેલા લોકટોળાંને વિખેરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ કરપીણ હત્યા કયા અંગત મનદુઃખ, નાણાકીય લેણદેણ કે જૂની અદાવતના કારણે કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે જાણી શકાયું નથી. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી, અસારવા ગુજરાતી સ્કૂલ, ગુલબર્ગ સોસાયટી અને આજુબાજુના મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને ફરાર થઈ ગયેલા હત્યારાઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....
    Click here to Read More
    Previous Article
    વરસાદ-વાવાઝોડાનો હાહાકાર, દાહોદમાં સાઈન બોર્ડ પડતાં આધેડનું મોત:4 વાગ્યા સુધીમાં રાજકોટ-જૂનાગઢ સહિત 5 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે બનાસકાંઠામાં ભેંસ પર વીજળી પડી
    Next Article
    મિત્રએ આશરો આપ્યો, તેની પત્ની પર દુષ્કર્મ:વાપીમાં આરોપી ઝડપાયો, ડુંગરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment