Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક:આગામી કાર્યક્રમોના સુદ્રઢ આયોજન માટે ચર્ચા થઈ

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર વિવિધ જનકલ્યાણ અને વિકાસલક્ષી કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લા કક્ષાએ યોજાનાર ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, ‘પ્રગતિપથ યાત્રા’ અને ‘જનકલ્યાણ શિબિર’ એમ ત્રિવિધ કાર્યક્રમોની પૂર્વતૈયારીઓ અને અસરકારક અમલીકરણ અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 8થી 14 જૂન, 2026 દરમિયાન જિલ્લા સ્તરે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અને 'પ્રગતિપથ યાત્રા'નું આયોજન કરાશે. આ યાત્રા થકી જિલ્લાના શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ, પ્રવાસન સ્થળો અને વિકાસના મોડેલોનું નિદર્શન કરીને લોકભાગીદારી વધારવામાં આવશે. આ ઉપરાંત, તા. 12 થી 20 જૂન, 2026 દરમિયાન યોજાનારી 'જનકલ્યાણ શિબિર' દ્વારા આયુષ્માન ભારત, પીએમ સૂર્યઘર યોજના, પીએમ સ્વનિધિ અને લખપતિ દીદી જેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. કલેક્ટરશ્રી દ્વારા આ ત્રણેય કાર્યક્રમોમાં પ્રબુદ્ધ નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાન્ય જનતાની મહત્તમ ભાગીદારી નોંધાય અને છેવાડાના માનવીને સરકારી યોજનાઓનો 100% લાભ મળે તે દિશામાં સંકલન સાધીને કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આગોતરું આયોજન કરવા પણ જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર કે.આર.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલ્લભીપુર પંથકમાં LCBનો જુગારધામ પર દરોડો:ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી 27 હજારના મુદ્દામાલ સાથે બેને દબોચ્યા, ચાર ફરાર
    Next Article
    પાટણમાં ભારે પવન સાથે વરસાદ:વાતાવરણ પલટાતા ધૂળની ડમરીઓ ઉડી, ગરમીથી રાહત, વીજળી ગુલ, બાજરીનો પાક પલળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment