Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલ્લભીપુર પંથકમાં LCBનો જુગારધામ પર દરોડો:ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી 27 હજારના મુદ્દામાલ સાથે બેને દબોચ્યા, ચાર ફરાર

    1 week ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વલ્લભીપુર પંથકમાં એક મોટી કાર્યવાહી કરી છે. કલ્યાણપર અને સાલાપર ગામ વચ્ચે આવેલા વાડી વિસ્તારની જાહેર જગ્યા પર પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. મુદ્દામાલની જપ્તી અને અટકાયત પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમી રહેલા બે શખ્સોની અટકાયત કરી છે, જેમાં 58 વર્ષીય કિશોર ગણેશભાઈ વાધેલા અને 52 વર્ષીય જામસંગ ભુપતભાઈ હાંડાનો સમાવેશ થાય છે. પોલીસે આ બંને આરોપીઓ પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડ રકમ મળીને કુલ ₹27,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચાર આરોપીઓ ફરાર, પોલીસ તપાસ શરૂ જોકે, પોલીસની આ રેઇડ દરમિયાન ધકો વિક્રમભાઈ, રાહુલ સોલંકી, અર્જુન મોણપરીયા અને ભુરો નામનો ઇસમ પોલીસને ચકમો આપીને સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ તમામ ફરાર આરોપીઓ વલ્લભીપુર પંથકના જ રહેવાસી છે.આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા અને ફરાર થયેલા તમામ છ શખ્સો સામે વલ્લભીપુર પોલીસ મથકમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. હાલ પોલીસે ફરાર થઈ ગયેલા ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા નાયબ કલેકટરે પાણી પુરવઠા-PGVCL અધિકારીઓ સાથે બેઠક યોજી:પાવર ટ્રિપિંગથી પાણી વિતરણમાં મુશ્કેલી: સંકલનથી સમસ્યા ઉકેલવા ભાર
    Next Article
    સુરેન્દ્રનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક:આગામી કાર્યક્રમોના સુદ્રઢ આયોજન માટે ચર્ચા થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment