Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભારે પવન સાથે વરસાદ:વાતાવરણ પલટાતા ધૂળની ડમરીઓ ઉડી, ગરમીથી રાહત, વીજળી ગુલ, બાજરીનો પાક પલળ્યો

    1 week ago

    હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેમાં રાધનપુર પંથકમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સીઝનના પ્રથમ વરસાદની સાથે જ ફૂંકાયેલા ભારે પવનને કારણે બાદરપુરા ગામમાં વ્યાપક નુકસાન થવાના અહેવાલો સાંપડ્યા છે. ગામમાં 15થી વધુ ઘરોના પતરા હવામાં ઉડી ગયા છે અને અનેક વૃક્ષો ધરાશાઈ થયા છે. વીજ વાયરો તૂટી પડવાને કારણે સમગ્ર ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જોકે ઘટનાના કલાકો બાદ પણ તંત્રના કોઈ અધિકારીએ સ્થળ મુલાકાત ન લેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં ગત મોડી રાત્રીએ વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાધનપુરમાં 25 MM, સાંતલપુરમાં 3 MM, પાટણમાં 8 MM, ચાણસ્મામાં 17 MM, હારીજમાં 8 MM અને શંખેશ્વરમાં 11MM વરસાદ નોંધાયો હતો. પાટણ જિલ્લા સહિત શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે લાંબા સમયથી ગરમીથી પરેશાન નાગરિકોને રાહત મળી હતી. જોકે, ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પાટણ અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ તીવ્ર ગતિએ પવન ફૂંકાવવાનું શરૂ થયું. ભારે પવનના કારણે શહેરના વિવિધ માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી. ધૂળની ડમરીઓ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના આગમનથી તાપમાનનો પારો ગગડ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ આ વરસાદી માહોલથી ભારે રાહત અનુભવી હતી. હવામાનમાં આવેલા આ અચાનક પલટાને કારણે મોડી રાત્રે પણ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ, તીવ્ર પવન ફૂંકાવાને કારણે વીજળીની લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પરિણામે, કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ડુલ થઈ ગયો હતો. મોડી રાત્રે અંધારપટ છવાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિનેશભાઈ હીરાભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાજરી અમારી વાઢેલી હતી ને રાત્રે વાવાઝોડું આવ્યું અને વરસાદ આવ્યો એટલે ઢાંકેલું હતું તો પણ બાજરી બધી પલળી ગઈ. બે વીઘાની 100 મણ જેટલી બાજરી હતી. હાલમાંલણવાની કામગીરી ચાલી રહી છે. કાળુભાઈ પટણીએ જણાવ્યું હતું કે, અમારી ત્રણ વીઘા જમીનમાં બાજરી વાવેતર કરી હતી, તેને લણીને રાખી હતી ત્યારે, રાત્રે અચાનક પવન સાથે વરસાદ આવતાં તે બહાર પડેલી બાજરી પલળી હતી. તો સાથે એકઠી કરેલી બાજરીને તાપડાથી ઢાંકી હતી એ પણ પલળી ગઈ છે. હાલમાં તેને ખુલ્લી કરી સુકાવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક:આગામી કાર્યક્રમોના સુદ્રઢ આયોજન માટે ચર્ચા થઈ
    Next Article
    Fans Damage Buses During RCB Celebrations, 18 Arrested In Andhra, Hyderabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment