Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ:ગાજવીજ સાથે વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

    14 hours ago

    ડાંગ જિલ્લામાં ચોમાસાની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. આજે વહેલી સવારે લગભગ 3 વાગ્યાથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. જોકે, તેજ પવન ફૂંકાવાને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ તૂટવાની અને વીજ પુરવઠા પર અસર થવાની માહિતી પણ મળી રહી છે. ખાસ કરીને આહવા, વઘઈ, સુબીર તેમજ સાપુતારા સહિતના ડાંગના મુખ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે પડેલા વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે. હવામાન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ ચૂકી છે. આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના આગમન સાથે ડાંગના જંગલો, પર્વતીય વિસ્તારો અને કુદરતી સૌંદર્ય ફરી એકવાર ખીલી ઊઠ્યું છે. આના કારણે સ્થાનિકો ઉપરાંત પ્રવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય જેઠા ભરવાડની સરપંચોને કડક ચેતવણી:'નલ સે જલ યોજના'માં ₹125 કરોડ ફાળવવા છતાં પાણીની ફરિયાદો આવતાં લાલઘૂમ થયા; કહ્યું- ‘તપાસ બેસશે, તો જામીન પણ નહીં મળે’
    Next Article
    રાજ્યપાલે કેશરગંજ ગામના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી:ગાય દોહી, હળ જોત્યું; ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી પર ચર્ચા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment