Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલે કેશરગંજ ગામના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી:ગાય દોહી, હળ જોત્યું; ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી પર ચર્ચા કરી

    13 hours ago

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના પ્રવાસના બીજા દિવસે વડાલી તાલુકાના કેશરગંજ ગામમાં પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો હતો. મુલાકાત દરમિયાન, રાજ્યપાલે ગામના પશુપાલક મોગેશભાઈ બાબુભાઈ પટેલના નિવાસસ્થાને ગાયનું દૂધ દોહ્યું હતું. તેમણે ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રમાં ગૌવંશના મહત્વ પર ભાર મૂક્યો હતો. ખેતરમાં, તેમણે પરંપરાગત કૃષિ પદ્ધતિ મુજબ સ્વયં હળ જોતી પ્રવૃત્તિઓ કરી અને ખેડૂતો સાથે પોતાના કૃષિ વિષયક અનુભવો વહેંચ્યા હતા. રાજ્યપાલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો લોકોને તંદુરસ્ત જીવન આપવાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે વધતી જતી બીમારીઓ જેવી કે કેન્સરનો ઉલ્લેખ કરીને રાસાયણિક ખેતીના નુકસાન પર ભાર મૂક્યો હતો. તેમણે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ઓછામાં ઓછા ખેતરના એક ભાગથી પ્રાકૃતિક ખેતી શરૂ કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઈનપુટ્સ બનાવવાની રીત અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી રાસાયણિક ખાતર પાછળ વિદેશોમાં જતા કરોડો રૂપિયા બચશે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરથી ધરતીની હાલત બગડી છે, ઉત્પાદન ઘટ્યું છે અને તેનાથી ઉત્પન્ન થતી કૃષિ પેદાશો આરોગવાથી રોગ વધ્યા છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી માત્ર ધરતી માટે જ નહીં, પરંતુ મનુષ્યોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમણે ગંભીર બીમારીઓ લાવતી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત રતિલાલે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન કલેકટર લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, ઇન્ચાર્જ એસ.પી. સ્મિત ગોહિલ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ:ગાજવીજ સાથે વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
    Next Article
    Amid Layoffs In US, Nvidia To Hire H-1B Talent, Salary Up To Rs 4.64 Crore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment